[ad_1]
![]()
અમદાવાદ,સોમવાર
ગુજરાતમાં કોરોના
અને તેના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્રિસમસ, થર્ટી ફર્સ્ટની
ઉજવણી કરીને ગુજરાત પરત ફરનારાઓ પર ચાંપતી નજર નહીં રાખવામાં આવતાં પણ રાજ્યમાં આવનારા
દિવસોમાં કોરોના-ઓમિક્રોનના કેસ વધી શકે છે તેવી દહેશત છે. ક્રિસમસથી ન્યૂ યર સુધી
ગોવામાં દેશ-વિદેશના પ્રવાસીઓના ધામા હતા. ૩૧ ડિસેમ્બર બાદ ગોવામાં કોરોનાના કેસમાં
સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૩ દિવસમાં ગોવામાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે.
કોરોનાના વધતાં
કેસ છતાં ગુજરાતમાંથી અનેક સહેલાણીઓ ક્રિસમસ વેકેશન, ન્યૂ યરની ઉજવણી માટે ગોવા ગયા
હતા. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સેંકડો વિદેશીઓ પણ ગોવામાં હતા. ઓમિક્રોનના મોટાભાગના
કેસમાં ઈન્ટરેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી હોય છે. જાણકારોના મતે, તંત્ર દ્વારા અગમચેતી રાખીને
ગોવાથી સહેલાણીઓ પરત ફરે ત્યારે તેમના પણ ટેસ્ટની વ્યવસ્થા કરવાની જરૃર હતી.
જેના સ્થાને રેલવે
સ્ટેશન તેમજ એરપોર્ટમાં પણ ગોવાથી પરત ફરનારાઓને કોઇ ટેસ્ટ વિના જ આવવા દેવામાં આવ્યા
હતા. તંત્રની આ બેદરકારીથી ગોવાથી આવનારા પ્રવાસીઓથી સંક્રમણનું જોખમ વધી શકે તેવી
દહેશત છે. ગોવામાં પણ કોરોનાથી સ્થિતિ સ્ફોટક થઇ ગઇ છે. ગોવામાં ૩૧ ડિસેમ્બર બાદ એક્ટિવ
કેસ બમણા વધીને હવે ૧૩૩૮ થઇ ગયા છે. જોકે, ગોવામાં કોરોનાનો બિનસત્તાવાર આંક ખૂબ જ
વધારે હોવાનું મનાય છે. આ જ કારણ છે કે ગોવામાં નાઇટ કર્ફ્યૂ જાહેર કરાયો છે અને સ્કૂલો
પણ ૧૫ દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરાઇ છે.
ડોક્ટરોના મતે
વહિવટી તંત્રે અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને પણ આરટીપીસીઆર નેગેટિવ બાદ જ ગુજરાતમાં
પ્રવેશ આપવો જોઇએ. જે વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ
આપવામાં આવે તેવી તકેદારી રાખવાની જરૃર છે. હાલના તબક્કે નાનકડી બેદરકારીથી પણ અગાઉની
બંને લહેર જેવી ભયાવહ સ્થિતિનું પુનરાવર્તન થઇ શકે છે.
[ad_2]
Source link






