Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: વાડી વિસ્તારમાં બે કારમાં લાગેલી આગનો ભેદ ખૂલ્યો

On: December 30, 2021 9:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 30 

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ધંધાની હરિફાઇમાં ધંધો પડી ભાંગે તે હેતુથી કારને આગ ચાપી  અઢી લાખનું નુકસાન પહોંચાડવા બદલ પોલીસે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી હતી.

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા યાસીનખાન પઠાણ જીવન જરૂરિયાત પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓનું વેચાણ કરે છે. વેપાર કરવા માટે તેમણે ઇકો કાર ખરીદી હતી. જે કાર તેઓ મકાનની બાજુમાં પાર્ક કરતા હતા . તેમણે ફરિયાદ નોંધાવી હતી કે ,28મી ડિસેમ્બરના રોજ મળસ્કે ચાર વાગ્યાના સુમારે અજાણી વ્યક્તિ તેમના મકાનના દરવાજા ઉપર ફટકા મારતો હતો. જેથી તેમણે દરવાજો નહીં ખોલી પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ સમયે તેમણે ટેરેસ ઉપરથી જોતા તેમની કારનો કાચ તૂટેલો હતો અને અનીશ દારૂવાલા ભાગતોજરે ચડયો હતો. પોલીસ આવી જતા તેમણે સલીમ તથા અન્ય વિરુદ્ધ અરજી આપી હતી. એક કલાક બાદ મળસ્કે પાંચ વાગે પાડોશીએ જણાવ્યું હતું કે ,તમારી કારને આગ લાગી છે. બનાવને પગલે દોડી આવેલી ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં ઇકો કાર સળગીને ખાખ થઈ ગઈ હતી જ્યારે બાજુમાં પાર્ક કરેલી પાડોશીને કારને પણ સળગવાથી નુકસાન પહોંચ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા એક શખ્સ ઇકો  કારના તૂટેલા કાચ માંથી કારમાં પ્લાસ્ટિક નાખી દિવાસળી ચાંપી કાર સળગાવતો નજરે ચડયો હતો. જે શખ્સની ઓળખ થતા  પનીર દારૂવાલા ( રહે – નાલબંધવાળા ) હોવાની વિગતો સપાટી પર આવી હતી.

ધંધાની હરિફાઇમાં કાર સળગાવી નુકસાન પહોંચાડ્યું !

અત્રે નોંધનીય છે કે, અનીશના સગા ભાઇ સલીમ સાથે ધંધાની હરિફાઈ ચાલતી હોય અવારનવાર સલીમ સાથે ફરિયાદીની તકરાર થઇ હતી. અને જો ધંધો બંધ નહીં કરે તો મોટું નુકસાન કરીશ તેવી સલીમ ધમકી આપતો હતો. આ કાર ફરિયાદીના વેપાર માટે મુખ્ય પાસું હોય સલીમે તેના ભાઈ અનીસ મારફતે ગાડી સળગાવી નુકસાન પહોંચાડ્યું હતું.આમ આગ લાગવાની ઘટનામાં બંને કાર મળી અઢી લાખનું નુકસાન થયું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!