Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઈનોવેશન રેન્કિંગઃ GTU અને ગુજરાત યુનિવર્સિટી દેશના ટોપ ૧૦ રેન્કમાં

On: December 30, 2021 1:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

કેન્દ્ર
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૧નો અટલ ઈનોવેશન રેન્કિંગ રિપોર્ટ જાહેર કરવામા
આવ્યો છે.જે મુજબ આ વર્ષે ટેકનિકલ કેટેગરીમાં સરકારી યુનિ.ઓમાં જીટીયુ અને ગુજરાત
યુનિવર્સિટી ટોપ-૧૦માં આવી છે. જેમાં જીટીયુએ ૭મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાત
યુનિ.એ ૯મો રેન્ક મેળવ્યો છે.જ્યારે આ વર્ષે નવી ઉમેરાયેલી નોન ટેકનિકલ કેટેગરીમાં
ગુજરાતની ગાંધીનગર સ્થિત ઈડીઆઈઆઈ દેશમાં પ્રથમ આવી છે.

મિનિસ્ટ્રી
ઓફ એજ્યુકેશન દ્વારા એઆઈસીટીઈના માધ્યમથી 
૨૦૧૯માં અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટયુશન્સ ઓન ઈનોવેશન અચીવમેન્ટસની શરૃઆત
કરવામા આવી હતી.૨૦૧૯માં જાહેર થયેલ પ્રથમ રેન્કિંગ રિપોર્ટ મુજબ દેશમાંથી ૪૯૬
સંસ્થાઓએ ભાગ લીધો હતો અને ત્યારબાદ ૨૦૨૦માં જાહેર થયેલ બીજા રિપોર્ટ એટલે કે
રેન્કિંગની બીજી એડિશનમાં  ૬૭૪ સંસ્થાઓ
જોડાઈ હતી. આ વર્ષે ૨૦૨૧માં જાહેર થયેલા રેન્કિંગ રિપોર્ટ મુજબ દેશમાંથી ૩૫૫૧ ઉચ્ચ
શિક્ષણ સંસ્થાઓએ રેન્કિંગ પ્રક્રિયામાં જોડાઈ હતી.જેમાંથી એનઆઈટી
,આઈઆઈટી,
આઈઆઈએસસી સહિતની ૧૪૩૮ જેટલી સંસ્થાઓ છે.આ વર્ષે પ્રથમવાર ઈનોવેશન
રેન્કિંગમાં નોન ટેકનિકલ કેટેગરી પણ ઉમેરાઈ છે.આ વર્ષના રેન્કિંગ રિપોર્ટ-૨૦૨૧
મુજબ ટેકનિકલ કેટેગરીમાં જુદી જુદી પાંચ પેટા કેટેગરીમાં  સેન્ટ્રલ ફંડેડ સંસ્થા-યુનિ.અથવા નેશનલ
ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થાઓમાં ગુજરાતની એક પણ સંસ્થા રેન્કિંગમાં નથી.

જ્યારે સરકારી સ્ટેટ યુનિ.-ડિમ્ડ
યુનિવર્સિટીઓમાં  પ્રથમવારમાં જ જીટીયુએ
દેશના ટોપ ૧૦માં ૭મા ક્રમે આવી છે.આ ઉપરાંત ગુજરાત યુનિ. દેશના ટોપ ૧૦માં ૯માં
ક્રમે આવી છે. સરકારી ટેકનિકલ કોલેજોની કેટેગરીમાં એલ.ડી ઈજનેરી કોલેજ દેશના
ટોપ-૫ાંચમાં ત્રીજા રેન્ક પર આવી છે
.આ ઉપરાંત
પ્રાઈવેટ ટેકનિકલ યુનિ.-ડિમ્ડ યુનિ.ની કેેટેગરીમાં  પીડીપીયુ 
દેશના ટોપ -૧૦માં પાંચમાં રેન્ક પર આવી છે. જ્યારે પ્રાઈવેટ ટેકનિકલ
કોલેજોની કેટેગરીમાં ગુજરાતની એક પણ કોલેજ રેન્કિંગમાં નથી.આ વખતના પ્રથમ નોન
ટેકનિકલ રેન્કિંગમાં સેન્ટ્રલ યુનિ-નેશનલ ઈમ્પોર્ટન્સ -સેન્ટ્રલ ફંડેડ
સંસ્થાઓમાં  ગુજરાતની એક પણ નથી અને  જનરલમાં ગુજરાતની ઈડીઆઈઆઈ દેશમાં પ્રથમ આવી છે.
આંત્રપ્રિન્યરોશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાએ ટોપ-૫માં પ્રથમ રેન્ક
મેળવ્યો છે.મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી ૩૦૦થી વધુ સ્ટાર્ટઅપ-જીયુસેકને લીધે
નોન ટેકનિકલ કેટેગરીમાં રેન્કિંગમાં સ્થાન પામી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!