વડોદરા: કારમાંથી ઓઈલ લીક થાય છે તેમ જણાવી બાઇક સવાર ગઠિયો લેપટોપ ચોરી ફરાર

On: December 29, 2021 9:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 29

વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસીમાં પસાર થતી કારના ડ્રાઈવરને કારમાંથી ઓઈલ લીકેજ થાય છે તેમ જણાવી કારમાં ગરમી સીટ ઉપર મૂકેલું દોઢ લાખની કિંમત ધરાવતું લેપટોપ ચોરી અજાણ્યો બાઇક સવાર ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

વડોદરા નજીક આવેલા રાયપુરા ગામે રહેતા સુનિલ ભાઈ પરમાર ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 23મી ડિસેમ્બરના રોજ તેઓ કંપનીના મેનેજર સાથે મકરપુરા જીઆઈડીસીમાં કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત ફરતા સમય મકરપુરા જીઆઇડીસી હનુમાનજી મંદિર પાસે અજાણ્યા બાઈક સવાર ગઠિયાએ તેમની કારને ઓવરટેક કરી જણાવ્યું હતું કે તમારી કાર માંથી ઓઇલ લીક થાય છે. જેથી તેઓએ કાર સાઈડમાં ઉભી રાખી બોનેટ ઊંચું કરી ચકાસણી કરી હતી. તેમની સાથે કારમાં રહેલા મેનેજર પણ કારની બહાર નીકળી ચકાસણી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલા બાઈક સવારે કારની પાછળની સીટ ઉપર મૂકેલી રૂપિયા દોઢ લાખની કિંમત ધરાવતા લેપટોપ સાથે લેપટોપ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મેનેજર કંપનીના કામથી બહાર ગામ ગયા હોય પરત આવી ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!