[ad_1]

જામનગર, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર
જામનગરમાં ગુલાબનગર નજીક મોહન નગર પાસે આવેલા આવાસના બિલ્ડીંગ પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરમાં મોહન નગર વિસ્તારમાં આવાસ કોલોની પાસેથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા નંદલાલ રેલુમલ વધવાઈ, પરાગ યોગેન્દ્રભાઈ અજુડીયા, વલીમામદ ઈસ્માઈલભાઈ પીંજારા, તેમજ જામભા અજીતસિંહ સોઢા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,300 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
[ad_2]
Source link






