[ad_1]
![]()
ભરૂચ: એક બાજુ કોંગ્રેસ સત્તા હાંસિલ કરવા સંઘર્ષ કરી રહી છે. બીજી બાજુ તેમના આગેવાનો પોતાની કરતૂતોથી પક્ષને લાંછન લાગે તેવી પ્રવૃતિ કરી રહ્યા છે. ભરૂચ તાલુકાનાં એક કોંગ્રેસી આગેવાને તો તમામ હદ વટાવી છેતરપીંડીનો રસ્તો અપનાવ્યો છે. બારડોલીના એક યુવાનને શાળામાં શીક્ષક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાની વિગતો સાંપડી રહી છે.
ભુતકાળમાં પણ પોતાના જ ગામમાં ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસ આગેવાન પોલીસ ફરીયાદ પછી પણ સુધરવાનું નામ નથી લેતો. જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા બેઠી છે. જેથી કામ મળવાનું ઓછુ થતા આ કોન્ટ્રાક્ટર કમ કોંગ્રેસના આગેવાને લોકોને બાટલીમાં ઉતારવાનું શરૂ કર્યુ છે. ભરૂચ-આમોદ રોડ પર આવેલી એક શાળામાં શિક્ષકની ભરતી કરવાની હતી. જેના માટે ઉમેદવારે આ કોંગ્રેસી અગ્રણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ ભલામણ કરાવવા આવેલા ઉમેદવારને મોટો મરઘો સમજી બેઠેલા કોંગ્રેસી આગેવાને પોતાના શૈતાની દિમાગનો ઉપયોગ કરી તબક્કાવાર રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યુ હતું. શાળાના બોગસ સહી-સિક્કા દ્વારા બોગસ લેટર પેડ પર નિમણુકપત્ર લખી આપી આ ઠગે બારડોલીના યુવાન પાસેથી આઠ લાખ જેટલી મોટી રકમ ખંખેરી લીધી હતી. નવાઈની વાત એ છે કે આ આખા કૌભાંડની ફરીયાદ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યને કરાઈ હોવા છતાં તેમના દ્વારા આ ઠગ પર કોઈ પગલા લેવાયા નથી. ત્યારે આ કૌભાંડમાં તેમની પણ સંડોવણી છે કે શું તે સવાલ ઉઠી રહ્યા છે.
[ad_2]
Source link






