[ad_1]

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર
વડોદરા નજીક વઢવાણા તળાવ ખાતેની મહેમાન વિદેશી ચકલીને વરસાદી વાતાવરણમાં કડકડતી ઠંડી લાગતા ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સકે રુના આવરણમાં લપેટી હિટરના તાપણાથી ગરમી આપીને ચકલીનો જીવ બચાવ્યો હતો. હાલમાં બદલાતા જતા વાતાવરણને લીધે માણસ, પશુ અને પંખીને પણ તેની અસર પહોંચે છે. માણસો બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ આવે છે ,તે રીતે કોઈ પશુ કે પંખી બીમાર પડે તો રાજ્ય સરકારની કરુણા એમ્બુલન્સ – 1962 અને ફરતા પશુ દવાખાના પહોંચી જાય છે.

ગુરુવારે ડભોઇ તાલુકાની એમ્બ્યુલન્સ,ફરતું પશુ દવાખાનું વેટરનરી ડોક્ટર સાથે બપોરના સમયે સીમલીયા ગામમાં સારવાર માટે ગયા હતા, ત્યાં અચાનક ડોક્ટરની નજર એક પક્ષી પર પડી કે જે આકાશમાંથી ઉડતું ઉડતું જમીન પર પટકાયું હતું. આ પક્ષી જે ખુબ જ નાની એવી પ્રકારની ચકલી હતી. જેને સવૉલ્લો (તારોડિયું) કહે છે ,જે ખુબ જ્વલેજ જોવા મળતું પક્ષી છે. આ એક માઇગ્રેટેડ પક્ષી છે. જે ફક્ત શિયાળામાં જ અમુક વિસ્તારમાં જોવા મળે છે.

આ પક્ષી ડભોઈ નજીક વિદેશી પક્ષીઓના પિયર એવા વઢવાણા તળાવની આસપાસ જોવા મળે છે. આ પક્ષીને વાતાવરણમાં જે ફેરફાર થઇ રહ્યો છે એના કારણે આ પક્ષીને કોલ્ડ શોક હાઈપોથારમિયા ની અસર થતા એટલે કે તાપમાનમાં અચાનક ઘટાડો થતાં જમીન પર પટકાયું હતું. કોઈ જીવદયા પ્રેમીએ 1962 કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને તાત્કાલિક સ્થળ પર પહોંચી પક્ષીની જરૂરી સારવાર કરવા જણાવ્યું હતું.
એમ્બ્યુલન્સની ટીમ એ ઘટના સ્થળે જઈને જોયું તો પક્ષી એકદમ શોકમાં (ઠંડીના આઘાતમાં) હતું. ડોક્ટરએ આ અમૂલ્ય ગણાતું એવુ પક્ષી (સવૉલ્લો) ને રૂ મા લપેટીને તેને હિટ થેરાપી આપી હતી અને એમ્બ્યુલન્સનું હિટર ચાલુ કરીને આશરે 40 મિનિટ સુધી તેને જરૂરી સારવાર કરીને તેને ઉડાડીને પક્ષીને એક નવું જીવનદાન આપ્યું હતું.
[ad_2]
Source link






