Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: અમદાવાદની દીપ એન્જીનીયરીંગ સામે રૂ.27.64 લાખની ઠગાઈની ફરિયાદ

On: December 3, 2021 8:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર

પાંચ વર્ષ અગાઉ વડોદરાના કંપની સંચાલકને પરચેસ ઓર્ડર આપી 69.29 લાખની ઇલેક્ટ્રિકલ પેનલો ખરીદી જે પૈકી 27.64 લાખની બાકી રકમ તેમજ બાંગ્લાદેશ ખાતે મશીનમાં ઇલેક્ટ્રિકલ પેનલો બેસાડવા ગયેલા એન્જિનિયરોનો 1.40 લાખનો સર્વિસ ચાર્જ પણ ન ચૂકવી કુલ રૂ. 29.04 લાખની છેતરપિંડી આચરનાર અમદાવાદના કંપની સંચાલક બંધુઓ વિરુદ્ધ માંજલપુર પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા કમલેશકુમાર જયસ્વાલ મકરપુરા જીઆઈડીસીમાં ” વિરાજ ઇલેક્ટ્રો મે “નામની કંપની ધરાવે છે. તેમની કંપની ઇલેક્ટ્રિકલ પેનલ બનાવવાનું કામ કરે છે. 

વર્ષ 2015 દરમિયાન સાલમા સણસોલી ખાતે આવેલી ” દીપ એન્જિનિય” નામની કંપનીમાં ફ્લેટ બેડ પ્રિન્ટિંગ મશીન બનાવતા પ્રકાશ બાબુલાલ હરસુરા અને તેમનો પાર્ટનર દીપેશ બાબુલાલ હરસુરા ( બન્ને રહે – સત્યપથ સોસાયટી ,ઘોડાસર કેનાલ પાસે, અમદાવાદ ) એ તેમની કંપનીના પ્રોડક્ટ માટે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલની જરૂરિયાત જણાવી ખરીદવાની વાત કરી હતી. જેથી તેઓની જરૂરીયાત મુજબ કમલેશકુમારે રૂપિયા 9.63 લાખની કિંમતની એક કંટ્રોલ પેનલ બનાવી આપી હતી. જેના રૂપિયા પણ તેમણે ચૂકવી દીધા હતા. ત્યારબાદ વધુ માંગણી મુજબ વધુ  રૂ.69.29 લાખની ઇલેક્ટ્રિકલ પેનલો બનાવી આપી હતી. જે પૈકી 41.5 લાખની રકમ ચૂકવી હતી. જ્યારે 27.64 લાખની રકમ બાકી છે. 

આ ઉપરાંત વર્ષ 2016 દરમિયાન બાંગ્લાદેશ ખાતે આવેલી આરોપીઓની કંપનીમાં કંટ્રોલ પેનલ બેસાડવા માટે ફરિયાદીએ તેમની કંપની માંથી એન્જિનિયરો મોકલ્યા હતા. જેના સર્વિસના 1.40 લાખ પણ બાકી છે. આમ કુલ 29.04 લાખ રૂપિયા આજદિન સુધી ચૂકવ્યા નથી. તેવી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ઉપરોકત બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!