[ad_1]
મોડાસા,તા.2
રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની વ્યાપક અસરો વચ્ચે હેમંત
ઋતુમાં વર્ષાઋતુ જેવી સ્થિતિ સર્જાઈ છે. લો પ્રેશરની ભારે અસરોને લઈ અરવલ્લી અને
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી
છવાયેલા ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયો વરસાદ વરસી રહયો છે. લઘુત્તમ
તાપમાનનો પારો ગગડતાં લોકો વરસાદ અને ઠંડીમાં ઠુંઠવાઈ રહયા છે. ત્યારે ઓમિક્રોનની
આફતે વચ્ચે માવઠાના મારથી સૌથી વધુ જગતનો તાત ચિંતીત બન્યો છે,મહેનત,ખાતર અને નાણાં માથેપડે તેવા ઘાટને લઈ આ કુદરતી આફત સાથે માત્ર લાચારી
વ્યક્ત કરવા સિવાય પણ કંઈ થઈ શકે તેમ નથી.
વેસ્ટન ડીસ્ટબન્સને લઈ જિલ્લામાં ૩૦મી નવેમ્બરથી ૩ ડીસેમ્બર
સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. આ આગાહીના પગલે
જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતારવણ વચ્ચે જિલ્લામાં બુધવારથી ઝરમર
ઝરમર વરસાદ આરંભાયો હતો. છેલ્લા બે દિવસથી ઘનઘોર વાદળછાયું અને ઝરમરીયા વરસાદની
સ્થિતિમાં જનજીવન પ્રભાવીત બન્યું છે. સુસવાટાભેર ફૂંકાતા પવન અને વરસાદ વચ્ચેની
કડકડતી ઠંડીમાં વેપાર,રોજગાર ઉપર વ્યાપક અસરો વર્તાઈ રહી છે.
ભરશિયાળે અષાઢી માહોલ જેવી સ્થિતિમાં સૌથી વધુ ચિંતીત જગતનો તાત બન્યો છે. ગત
વર્ષે ખરીફ સીઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને ઉપજ મેળવવા જતાં નુકશાન વેઠવાનો વારો
આવ્યો હતો.અને માંડ આ નુકશાનીમાંથી ઉગારવા મથામણ કરતા અને શિયાળે ેવધુ મહેનત કરી
સરભર કરવાની ગણતરી કરવા જગતના તાતની ગણતરીઓ આ માવઠાએ ઉધી પાડી છે.
છેલ્લા ૧૫ દિવસમાં જ બીજીવારના માવઠાના મારથી વરીયાળી,જીરૂ,
ચણા,અડદ અને ઘઉં સહિતના પાકોને નુકશાન
પહોંચ્યું છે. મોડાસા તાલુકાના સબલપુરકંપા ગામના ખેડૂતોએ ભારે ચિંતા ભર્યા સ્વરે
જણાવ્યું હતું કે મોંઘાભાવના ખાતર,બીયારણ ઉપર આ કમોસમી
વરસાદે પાણી ફેરવી દીધું છે. ત્યારે હવે જયારે કુદરત જ રૂઠી છે ત્યારે સરકારનો જ
સહારો જરૂરી બન્યો છે. જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધીમી ધારે કેટલાય વિસ્તારોમાં
વરસાદ વરસ્યો હતો. જેમાં ફલડ કન્ટ્રોલ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં
છેલ્લા ૨૪ કલાકમાં ધનસુરા, બાયડ,માલપુર,મેઘરજ ખાતે ૨ મીમી,મોડાસા ખાતે ૪ મીમી જયારે ભિલોડા
ખાતે ૧ મીમી વરસાદ નોંધાયો હતો. આ હેમંત ઋતુમાં વર્ષાથી જિલ્લાવાસીઓને સ્વીટર ઉપર
રેઈનકોટ પહેરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
[ad_2]
Source link






