Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જયપુરની હોટલમાં મુંબઈના દંપતીના રૂ.2 કરોડના એન્ટિક દાગીના ચોરનાર ઝબ્બે

On: December 2, 2021 11:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– વાપીનો રીઢો ચોર વેપારી તરીકે પાંચ દિવસ ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો

– જુઠ્ઠું બોલી ચાવીથી રૂમ અને લોકર પણ ખોલાવી દીધું હતું

સુરત, : રાજસ્થાનના જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ દિવસ અગાઉ વેપારી તરીકે રોકાઈ મુંબઈના દંપત્તિના રૂમમાંથી રૂ.2 કરોડના એન્ટીક દાગીના ચોરનાર વાપીના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જયપુર પોલીસે સુરતના દિલ્હીગેટ વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી તમામ દાગીના કબજે કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ દિવસ અગાઉ મુંબઈના વેપારીએ પોતાની પુત્રીના લગ્નનું આયોજન કર્યું હતું અને પોતાના મહેમાનો માટે છઠ્ઠા અને સાતમા માળે ઘણા રૂમ બુક કરાવ્યા હતા. તે પૈકી રૂમ નં.734 માં રોકાયેલા મુંબઈના વેપારી રાહુલભાઈ અને તેમના પત્ની સાંજે 7.30 વાગ્યે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને રાત્રે 11.30 વાગ્યે પરત ફર્યા ત્યારે પોતાના કાર્ડથી રૂમ નહીં ખુલતા હોટલ સ્ટાફને જાણ કરી રૂમ ખોલાવ્યો હતો. બાદમાં મોડેથી રાહુલકભાઈના પત્નીએ ડીજીટલ લોકર ખોલવા પ્રયાસ કર્યો તો નહીં ખુલતા ફરી સ્ટાફને બોલાવી ખોલ્યું તો તેમાંથી રોકડ અને એન્ટીક દાગીના મળી કુલ રૂ.2 કરોડની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે તેમણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને હી=હોટલના સીસીટીવી ફુટેજમાં હોટલમાં જ રોકાયેલો એક વ્યક્તિ રાહુલભાઈના રૂમમાં પ્રવેશતો નજરે ચઢ્યો હતો. આથી પોલીસે સ્ટાફની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ પોતાની ઓળખ વાપીના વેપારી તરીકે આપી હોટલમાં રોકાયો હતો. પરંતુ ચોરી માટે તેણે રાહુલભાઈ બની હોટલ સ્ટાફને રૂમ ખૂલતો નથી કહી બોલાવી માસ્ટર કી થી રૂમ ખોલાવ્યો હતો. બાદમાં તેણે રૂમમાંથી જ રિસેપશન પર ફોન કરી ડીજીટલ લોકરનો પાસવર્ડ ભૂલી ગયો છું, મારે લગ્નમાં હાજરી આપવા જવાનું છે કહી સ્ટાફને બોલાવી લોકર ખોલાવ્યું હતું અને દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો.

જયપુર પોલીસને તે સુરતમાં હોવાની હકીકત મળતા સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે મળી દિલ્હીગેટ વિસ્તારમાંથી ચોરી કરનાર જયેશ રવજીભાઈ સેજપાલ ( લુહાણા ) ( ઉ.વ.આશરે 50, રહે.બી/2, પદમાવતી એપાર્ટમેન્ટ, મુક્તાનંદ રોડ, વાપી. મૂળ રહે.જોડીયા, જામનગર ) ને ઝડપી પાડી તેની પાસેથી તમામ દાગીના અને રોકડા રૂ.37,950 કબજે કર્યા હતા. છેલ્લા 18 વર્ષથી ચોરી કરતો જયેશ જયપુર ચોરી કરવા હોટલમાં રોકાયો તેના પૈસાની વ્યવસ્થા કરવા તેણે આગલા દિવસે જ ઉદયપુરની એક હોટલમાં રોકાઈ રૂ.2.50 લાખના દાગીના ચોરી વેચીને તેના પૈસાથી જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવી ચોરી કરી હતી.

હોટલમાંથી લેપટોપની ચોરીથી ગુનાખોરીની શરૂઆત કરનાર જયેશ જુદાજુદા શહેરોમાં જઈ હોટલમાં રોકાઈ ચોરી કરે છે

સુરત, : વાપીમાં એકલા રહેતા જયેશના પરિવારમાં કોઈ નથી. તેણે વર્ષ 2003 માં મુંબઈની એક હોટલમાંથી લેપટોપની ચોરી કરી ગુનાખોરીની શરૂઆત કરી હતી. હોટલમાં વેપારી તરીકે રૂમ બુક કરાવી રોકાઈ લગ્ન પ્રસંગ અને પાર્ટી ફંક્શનમાં આવેલા લોકોની સાથે ભળી જઈ તેમની સાથે વાત કરી નામ અને રૂમ નંબર જાણી બાદમાં રિસેપશન પર પોતે તે રૂમમાં રોકાયો છે અને રૂમ ખૂલતો નથી તેવી જાણ કરી ખોલાવી અને રૂમના ડીજીટલ લોકરનો પાસવર્ડ ભૂલી ગયો છે તેવો રૂમમાંથી ફોન કરી લોકર પણ ખોલાવી ચોરી કરતો જયેશ વર્ષ 2005 માં આગ્રાની હોટલમાં 1700 ડોલરની ચોરીમાં, વર્ષ 2019 માં હૈદરાબાદની હોટલમાંથી 500 ગ્રામ સોનાની ચોરી, કોઇમ્બતુરની હોટલમાંથી 150 ગ્રામ સોનાના દાગીનાની, કેરળની એક હોટલમાંથી 125 ગ્રામ સોનાના દાગીનાની અને વિશાખાપટ્ટનમની એક હોટલમાંથી રોકડ અને સોનાના દાગીનાની ચોરીમાં અગાઉ પકડાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!