Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતમાં સતત બીજા દિવસે ૧૦૦ તાલુકામાં માવઠું : ૨ ઈંચ સુધી વરસાદ

On: December 2, 2021 11:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, ગુરુવાર

વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની
અસરને પગલે ગુજરાતના મોટાભાગના સ્થળે સતત બીજા દિવસે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રહ્યો
હતો. રાજ્યના ૧૦૦ તાલુકામાં માવઠું પડયું હતું અને તેમાંથી પાંચ તાલુકામાં ૧ ઈંચથી
વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક સ્થળોએ હજુ આગામી
બે દિવસ વરસાદી માહોલ રહેશે અને આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે
વરસાદ પડવાની સંભાવના છે. આજે વરસાદી માહોલને પગલે રાજ્યભરમાં દિવસ દરમિયાન કડકડતી
ઠંડી અનુભવાઇ હતી. 

આજે દિવસ દરમિયાન
વડોદરા જિલ્લાના ડભોઇમાં સૌથી વધુ ૨ ઈંચ, છોટા ઉદેપુરના ડભોઇમાં દોઢ ઈંચ, નર્મદાના
તિલકવાડમાં સવા ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નર્મદાના ગરૃડેશ્વરમાં ૧ ઈંચથી વધુ વરસાદ
નોંધાયો હતો. ભારે ભવનને લીધે મકાનોના  પતરા
ઉડી ગયા હતા.અન્યત્ર જ્યાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં છોટા ઉદેપુર, સંખેડા,
જાંબુઘોડા, હાંસોટ, અંકલેશ્વર, પલસાણા, જાલોદનો સમાવેશ થાય છે. બુધવારે સાંજે છ વાગ્યાથી
આજે સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬ ઇંચ, મહુવામાં
૩.૫ ઇંચ, પલસાણામાં ૩ ઇંચ સહિત તમામ તાલુકામાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. વિતેલા ૨૪
કલાકમાં સુરત જિલ્લામાં કુલ ૬૫૭ મિ.મિ  એટલે
કે સરેરાશ ૨.૬ ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયુ
છે.

સૌરાષ્ટ્રના અનેક
તાલુકામાં પણ કમોસમી વરસાદે કેર વર્તાવ્યો હતો. ભરૃચ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર,
દાહોદ, પંચમહાલ વિગેરે જિલ્લાઓમાં ઠેરઠેર માવઠાની માઠી અસરના હેવાલો મળી રહ્યા છે.
ભરૃચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ માવઠું સર્જાતા ઝરમરિયા અને ઝાપટાં વરસતો રહ્યો હતો.
શિયાળાની ઠંડી તેથી વધુ કાતિલ બની હતી. ભરૃચમાં ૩૦ મીમી, જંબુસર – નેત્રંગમાં ૬ મીમી,
આમોદમાં ૫ મીમી, અંકલેશ્વરમાં ૨૮ મીમી, હાસોટ, વાગરામાં ૧૯મીમી, વાલિયામાં ૩૭ મીમી,
ઝઘડિયામાં ૨૧ મીમી,વરસાદ નોંધાયો છે.

માવઠાથી કપાસ,
ડાંગર, તુવેર, મગફળીને નુક્સાન થયું છે. ઇંટોના ભઠ્ઠા બંધ પડતાં ઇંટોના વેપારમાં ભારે
નુક્સાન થયું છે. હાલમાં લગ્નસરાની મોસમ પણ જામી છે. કમોસમી વરસાદને પગલે ખસા કરીને
પાર્ટી પ્લોટમાં લગ્ન યોજનારાના આયોજન ખોરવાયા હતા.

ગુજરાતમાં માવઠાથી
કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : હિલ સ્ટેશન જેવો માહોલ

ગુજરાતમાં માવઠાથી
સતત બીજા દિવસે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યના મોટાભાગના સ્થળોએ દિવસનું
તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે જતાં લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી
અનુસાર ગુજરાતમાં આવતીકાલથી તાપમાન ૪ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં
મોટાભાગના સ્થળોએ આજે દિવસનું તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ગત રાત્રિએ નલિયા,
વલ્લભ વિદ્યાનગરમાં ૧૫.૨ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અન્યત્ર વડોદરામાં
૧૫.૮, ભાવનગરમાં ૧૭.૪, ભૂજમાં ૧૭.૮, રાજકોટમાં ૧૮.૭ અને સુરતમાં ૧૬.૬ ડિગ્રીએ પારો
રહ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!