Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મહેસાણા રેલવે જંક્શન ખાતે બે રેલ કર્મચારી 1500ની લાંચ લેતાં ઝડપાયાં

On: December 1, 2021 4:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.30

અમદાવાદથી રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં જતી
ટ્રેેનોમાં મુસાફરોને ટિકિટ નહીં લેનાર મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરી
લાંચની માગણી કરી રકમ સ્વીકારતાં હોવાની વ્યાપક ફરિયાદના પગલે ગાંધીનગર એસીબી
દ્વારા ખાનગી રાહે લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે ડીકોય
છટકામાં એસીબી ટીમે ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તથા આસી.હેલ્પરને રાજધાની
એક્સપ્રેસ ટ્રેનમાં ડીકોયર તથા અન્ય બે પેસેન્જર પાસેથી  મહેસાણાથી પાલનપુર સુધીની ટીકીટ નહીં લેવા બદલ
કાયદેસરની કાર્યવાહી નહીં કરી પેસેન્જર દીઠ રૃ.૫૦૦ લેખે ત્રણેય પાસેથી રૃ.૧૫૦૦ ની
લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપી લીધાં હતા.

અમદાવાદથી વિવિધ જિલ્લાઓ અને પરપ્રાંતમાં જતી ટ્રેનોમાં
ટિકિટ નહીં લઈ મુસાફરી કરનાર પેસેન્જર્સની સામે 
કાયદેસરની કાર્યવાહી નહીં કરી લાંચની રકમ સ્વીકારવામાં આવતી હોવાની હકીકતના
આધારે ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યૂરોના એસ.ડી.ચૌધરી તથા સ્ટાફે ગઈકાલે હકીકતની
ચકાસણી કરવા માટે લાંચના ડીકોય છટકાનું આયોજન કર્યું હતુ. જેમાં  મહેસાણા રેલવે જંક્શન ખાતે એસીબીને સહકાર આપનાર
ડીકોયર તથા અન્ય બે મુસાફરને રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મહેસાણાથી પાલનપુર જવાની
ટિકિટ નહીં લેવા બદલ ત્રણેને ટિકિટ નહીં આપી અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી
નહીં કરી એક પેસેન્જરના રૃ.૫૦૦ લેખે ત્રણેય મુસાફરના રૃ.૧૫૦૦ની માગણી કરી એકબીજાના
મેળાપીપણાથી લાંચની રકમ સ્વીકારવાના ગુનામાં ગાંધીનગર
, એસીબી ટીમે  કમલેશ રાધેશ્યામ શર્મા (ડેપ્યુટી ચીફ ટિકિટ
ઈન્સ્પેક્ટર
, વેસ્ટર્ન
રેલવે ઝોન
, અમદાવાદ
ડિવિઝન
, ભારતીય
રેલવે
,ભારત
સરકાર) તથા રૃપેશગીરી મનોહરગીરી ગોસ્વામી (આસી.હેલ્પર
, ઈલેક્ટ્રીશિયન, રાજધાની
એક્સપ્રેસ વેસ્ટર્ન રેલવે ઝોન
,
અમદાવાદ ડિવિઝન)ને લાંચની રૃ.૧૫૦૦ની રકમ સ્વીકારતાં રંગેહાથ દબોચી લીધાં હતા.
એસીબી ટીમે બન્ને આરોપીના કબજામાંથી લાંચની રકમ રૃ.૧૫૦૦ રિકવર કરી ગાંધીનગર
, એસીબી પોલીસ
સ્ટેશનમાં ટ્રેપ કરનાર અધિકારી એસ.ડી.ચૌધરીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જેના પગલે રેલ તંત્રના અધિકારીઓ
,
કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!