સાબરકાંઠા જિલ્લામાં 1411 હથિયાર પરવાનેદાર, 482 ધારકોએ જમા કરાવ્યા

On: December 1, 2021 3:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 30

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને  લઈને પરવાનો ધરાવતા હથિયાર ધારકોને હથિયાર નજીકના
પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ કરાયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલા ૧૪૧૧
માંથી ૪૮૨થી વધુ હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે.

 ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા વહિવટી તંત્ર
પણ સજ્જ બન્યુ છે. સાબરકાંઠા જીલ્લા કલેકટર હિતેષ કોયાએ જાહેરનામુ બહાર પાડી જીલ્લાના
હથિયાર ધારકોને પોતાના હથિયાર નજીકના પોલીસ મથકે જમા કરાવવાના આદેશ કર્યા છે. જેમાં
બે દિવસમાં હથિયાર જમા કરાવવાનું જણાવાયુ હતુ. સાબરકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતોની
ચુંટણી વખતે ખાનગી ફાયરીંગના બનાવો ન બને અને લોકો શાંતિપુર્ણ તથા નિર્ભય રીતે પોતાના
મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હથિયાર જમા કરાવવાનું જાહેરનામુ બહાર પાડયુ હતુ.

આ જાહેરનામા મુજબ છેલ્લા બે દિવસથી પોલીસ મથકોએ હથિયાર જમા કરાવવા
પરવાનેદારો ઉમટી પડયા હતા. સાબરકાંઠા કલેકટર કચેરીમાંથી જીલ્લાના ૧૪૧૧ લોકોને હથિયારના
પરવાના અપાયા છે. જેમાંથી બે દિવસ દરમ્યાન ૪૮૨થી વધુ લોકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા
છે. હથિયાર જમા કરાવવામાં અમુક કેટેગરીના લોકોને છુટ છાટ આપવામાં આવે છે.

આથી હાલ જીલ્લામાં મોટા ભાગના પરવાનેદારોએ હથિયાર જમા કરાવી
દિધા છે. ગ્રામ પંચાયતની ચુંટણીના પરીણામો બાદ ચુંટણી પ્રક્રિયાપુર્ણ થાય ત્યારબાદ
આ પરવાનેદારોને પોતાના હથિયાર પરત કરાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!