[ad_1]

બોપલ ડ્રગ્સ મામલે વધુ વિગતો બહાર આવી
પોલીસે રમાડા હોટેલ પાસેથી CCTV ફુટેજ, રજિસ્ટરની વિગતો મંગાવી : ઉચ્ચ અધિકારીના સંતાનોનાં નામ બહાર આવે તેવી શક્યતા
અમદાવાદ : બોપલ ડ્રગ્સ કેસ મામલે વંદિત પટેલની કરાયેલી પુછપરછમાં એક પછી એક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. જેમાં વંદિત પટેલે પ્રહલાદનગરમાં આવેલી રમાડા હોટલમાં સાત જેટલી ડ્રગ્સ પાર્ટીઓ યોજી હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી છે.
જેને લઇને પોલીસે વિશેષ ટીમ બનાવીને આ મામલે તપાસ શરૂ કરી છેે. જેમાં રમાડા હોટલમાં તપાસ કરવાની સાથે ત્યાંથી એક વર્ષના સીસીટીવી ફુટેજ અને એન્ટ્રી રજીસ્ટરની વિગતો મંગાવી છે. આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસમેન અને ઉચ્ચ અધિકારીઓના સંતાનો આવ્યા હોવાની માહિતી પણ પોલીસને મળી છે.
બોપલ ડ્રગ્સ કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વદિત પટેલની તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પુછપરછ કરી હતી. જેમાં છેલ્લાં એક વર્ષના કોલ ડીટેઇલ, લોકેશનની તપાસ કરતા તે અવારનવાર પ્રહલાદનગર સિૃથત રમાડા હોટલ ખાતે જતો હોવાની વિગતો મળી હતી.
જેના આધારે પોલીસેની પુછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા કે તેણે રમાડા હોટલ ખાતે સાત જેટલી પાર્ટીનું યોજી હતી. જેમાં તે અન્ય લોકોના નામે બર્થ ડે પાર્ટી ના નામે બુકીંગ કરાવીને ડ્રગ્સની પાર્ટી યોજતો હતો.
આ પાર્ટી શહેરના મોટા મોટા વેપારીઓના સંતાનો , આઇએએસ અને આઇપીએસના સંતાનો પણ આવતા હતા. સૌથી નવાઇની વાત એ છે કે તે પાર્ટી યોજતા પહેલા એડવાન્સ નાણાં લેતો હતો તેમજ પાર્ટીમાં કોઇ નવુ આવે તો તેને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. તો વંદિત પટેલ સાથે સંકળાયેલા અન્ય ડ્રગ્સ પેડલર્સ દ્વારા પાંચ જેટલી પાર્ટીઓ યોજવામાં આવી હતી.
જેથી આ બાબતોેને ગંભીરતાથી લઇને અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે રમાડા હોટલના સંચાલકો પાસેથી એક વર્ષના સમયગાળાના સીસીટીવી ફુટેજ તેમજ એન્ટ્રી રજીસ્ટરની વિગતો મંગાવી છે.
જેની તપાસ કરવા માટે પોલીસની વધુ એક ટીમ પણ બનાવવામાં આવી છે. આ સાથે પોલીસને તેની ડાયરી અને મોબાઇલ ફોનની વિગતો તપાસતા વધુ સાત ડ્રગ્સ પેડલર્સના નામ સામે આવ્યા છે. જેમાં પાંચ લોકો અમદાવાદના અને અન્ય બે દક્ષિણ ગુજરાતના છે.
વંદિત પટેલ કેસની તપાસ માટે ત્રણ પીએસઆઇને કામગીરી
આ કેસમાં હવે આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ બહાર આવ્યું હોવાથી ખાસ ત્રણ પીએસઆઇની ટીમ તૈયાર કરવામાં આવી છે. તો સાથે સાથે તેમને અનુભવી ટીમ પણ ફાળવવામાં આવી છે. જે તમામ મુદ્દાઓને આધારે તપાસ કરી રહી છે.
[ad_2]
Source link






