Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરના ચકચારી પ્રકરણના આરોપી એડવોકેટની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયા

On: November 30, 2021 5:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

જામનગરમાં કુખ્યાત જયેશ પટેલ ગેંગ સામે નોંધાયેલ ગુજસીટોક હેઠળની કાર્યવાહી બાદ જામનગર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ પ્રકરણમાં સંડોવાયેલ 13 સખ્સો હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. જેમાં જામનગર જેલમાં રહેલ અને જયેશ પટેલના વકીલ તરીકેની ભૂમિકા ભજવનાર એડવોકેટ વીએલ માનસાતાની સોમવારે એકદમ તબિયત લથડતા તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે તબિયત સ્થિર હોવાથી કડક પોલીસ પહેરા સાથે તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં ગત વર્ષે કુખ્યાત જયેશ પટેલ અને તેના 12 સાગરીતો સામે પોલીસે ફરિયાદ નોંધી જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલના ગુંડાખોરીના નેટવર્કને નેસ્ત નાબુદ કરવા પોલીસ ઓપરેશન હાથ ધર્યું  હતું. આ પ્રકરણમાં જાણીતા બિલ્ડર નીલેશ ટોલીયા સહિત ચાર બિલ્ડર, ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, નિવૃત પોલીસ જમાદાર વસરામ આહીર તેમજ જયેશ પટેલના વકીલ તરીકે રહેલ એડવોકેટ વીએલ માનસાતા સહિતના 12 આરોપીઓ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ અન્ય ચાર સખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે જે તે સમયે વકીલ માનસાતા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા ત્રણ હજાર પેજનું ચાર્જસીટ રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજુ કર્યું હતું. દરમિયાન પાંચ આરોપીઓ દ્વારા જુદી જુદી અદાલતમાં જામીન માટેની અરજી કરી હતી. આજ દિવસ સુધીમાં એક પણ આરોપીની જામીન અરજી મંજુર થઇ નથી. બીજી તરફ લંડનમાં પકડાયેલ મુખ્ય આરોપી જયેશ પટેલને ભારત લઇ આવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અને જામનગર જેલમા રહેલ વકીલ વી.એલ. માનસતાની તબિયત અચાનક લથડતા તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાં તેઓને સારવાર માટે રખાયા પછી તેના ઉપર કડક પોલીસ પહેરો પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!