કારોબારી સમિતીની મળેલી બેઠકમાં વિકાસના 21 કામોને લીલીઝંડી

On: November 24, 2021 11:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.24

મહેસાણા નગર પાલિકાની કારોબારી સમિતીની બેઠક બુધવારે યોજાઈ
હતી. જેમાં શહેર વિકાસના  ૨૧ કામો માટે રજુ
કરવામાં આવેલી દરખાસ્તોની ચર્ચા બાદ અંદાજીત રૃપિયા ૧૪.૩૪ કરોડથી વધુની રકમના કામો
મંજુર કરવામાં આવ્યા હતા.

ભાજપ  શાસિત મહેસાણા
નગર પાલિકાના સભાખંડમાં કારોબારી સમિતીને બેઠક ચેરમેન કૌશિક વ્યાસના અધ્યક્ષતામાં
બુધવારે યોજાઈ હતી.જેમાં મુખ્યત્વે પાલિકા હસ્તકની બીલ્ડીંગ રીપેરીંગ
, રાજમાતા સિંધીયા
ઉદ્યાન
, પરા
વિસાતરમાં સીસી રોડ અન બ્લોક
,
વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ,
પાણીની પાઈપ લાઈન રીપેરીંગ,
ટીબી રોડ પર નવીન ટયુબવેલ,
એલઈડી લાઈટ ફીકચર્સ  સહિતના વિવિધ
વિકાસના કામો મંજુર કરવા માટેની અલગ અલગ કુલ ૨૧ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી.આ
અગાઉ વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદાજુદા ભાવની ઓફર
કરવામાં આવી હતી. આ સંદર્ભે  નગર પાલિકા
હસ્તકની બિલ્ડીંગ રીપેરીંગની વાર્ષિક કામે જનક કન્સ્ટ્રકશનના ભાવ ૧૬.૪૯ ટકા વધુ
, રાજમાતા ઉદ્યાન
ડેવલોપમેન્ટ માટે એશિયન કન્સ્ટ્રકશનના આવેલા ૮.૫૧ ટકા વધુ
, પરાની ઓળોમાં
સીસી રોડ અને બ્લોક નાંખવા માટે અંદાજીત ખર્ચ કરતા ૧૬.૯૯ ટકા ઓછા ભાવ આવેલા હોવાથી
તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત એજન્સીઓને અગાઉ નેગોસીએશન માટે પાલિકા
દ્વારા બોલાવવામાં  આવ્યા બાદ કારોબારી
સમિતીમાં મુકવામાં આવેલી ૨૧ જેટલી દરખાસ્તો અંગે નિર્ણય કરીને શહેરના વિવિધ
વિસ્તારોમાં  આશરે રૃ.૧૪.૩૪ કરોડના ખર્ચે
કરવામાં આવનાર વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!