માનવ મહેરામણ જોતા લગ્ન સમારંભમાં પણ પુરેપુરી છુટ આપો

On: November 24, 2021 11:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– લગ્નની
સિઝનમાં લોકો ડરી ડરીને કાપ કુપ કરીને આમંત્રિતો ભેગા કરી રહ્યા છે

 સુરત

અઠવાલાઈન્સ
સ્થિત ભાજપના સ્નેહ મિલન સમારંભમાં જે રીતે કાર્યકરોનો મોટો જમાવડો થયો હતો. અને
સ્ટેજથી લઇને છેક છેલ્લી ખુરશી સુધી કોરોના ગાયબ થઇ ગયો હોઇ તેમ મોટાભાગનાઓએ માસ્ક
નહીં પહેર્યા હોવાથી લોકોમાંથી એક અવાજ ઉઠયો છે કે અમારા લગ્ન સમારંભ પણ છુટ આપો.

સુરત શહેરમાં
હાલ જોરશોરથી લગ્નની મૌસમ ચાલી રહી છે. વર-વધુ પક્ષનાઓ ડરી ડરીને કાપ કૂપ કરીને લગ્નમાં
આમંત્રિતોને બોલાવી રહ્યા છે. લોકોમાં ડર એટલો બધો છે કે જો વધારે માણસ ભેગા કરીશું
તો પોલીસ કે પાલિકા આવીને કાર્યવાહી કરશે. દંડ કરશે. પરંતુ આજે ભાજપના સ્નેહ મિલન સમારંભમાં
જે રીતે કાર્યરકો ઉમટી પડયા હતા. અને સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો થી લઇને ખુરશી પર બેઠેલા
કાર્યકરોમાંથી મોટાભાગનાઓએ માસ્ક પર્હેયા ના હતા.તેમજ કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ
થતો હોવાથી શહેરીજનોમાંથી એક અવાજ ઉઠયો છે કે અમારા દિકરા-દિકરીના લગ્નમાં પણ વધારો
માણસોની છુટ આપો. તો લગ્ન સમારંભ સારી રીતે ઉજવી શકીએ. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!