ડીસામાં ઘર વિહોણા પરિવારોને રેન બસેરામાં આશ્રય મળ્યો

On: November 23, 2021 3:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ડીસા તા.22

ડીસામાં જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા ઘરવિહોણા
પરિવારોને આશ્રય મળી રહે તે માટે સ્થાનિક પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા રેન
બસેરામાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. ડીસામાં અત્યાર સુધીમાં આવા અનેક પરિવારો આશ્રય
મેળવી ચૂક્યા છે. જેમનેઠંડી અને વરસાદમાં હેરાન થવું પડતું હતું.

ઘર વિહોણા પરિવારો
ઠંડી હોય કે ગરમી કે પછી વરસતો વરસાદ હંમેશા ખુલ્લા આકાશ નીચે અનેક મુશ્કેલીઓનો
સામનો કરીને જીવન વિતાવતા હોય છે. આવા પરિવારોને આશ્રય મળી શકે તે માટે સરકાર
દ્વારા રેન બસેરા શરૃ કરવામાં આવ્યા છે. ડીસા શહેરમાં લાઠી બજાર વિસ્તારમાં તૈયાર
કરવામાં આવેલા રેન બસેરામાં ૧૫૦ કરતાં પણ વધુ લોકોને આશ્રય આપવા માટેની સુવિધા
તૈયાર કરવામાં આવી છે. આ રેન બસેરામાં સિનિયર સિટીજનો અને બાળકો માટે જમવાની પણ
સુવિધા કરવામાં આવી છે. જે પરિવારો પાસે પોતાના ઘર નથી અને રહેવા માટે કોઈ મકાન
નથી તેવા પરિવારોને અહી આશ્રય આપવામાં આવી રહ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!