[ad_1]

– વિસ્તાર વધતા 2035ની વસ્તીને ધ્યાનમાં રાખી પંપીંગ સ્ટેશન બનાવતા ડ્રેનેજના પ્રશ્નો હલ થશે
વડોદરા,તા.8 નવેમ્બર 2021,સોમવાર
વડોદરામાં કારેલીબાગમાં અમિત નગર સર્કલ નજીક નવું પંપીંગ સ્ટેશન બનાવીને તેમજ માઈક્રોટનલિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન નાખવામાં આવી છે. પંપીંગ સ્ટેશન બનાવ્યા બાદ હાલમાં ટ્રાયલ રન ચાલુ છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 7 અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર બે વિસ્તારમાં ઊર્મિ બ્રિજ પાસે હોસ્પિટલ તરફથી અજીતાનગર થઈ અમિતનગર સોસાયટી તરફ જતા રસ્તે આશરે 13થી 18 ફૂટની ઉંડાઈમાં ડ્રેનેજ ગ્રેવિટી લાઈન બંધ હાલતમાં હોવાથી ઉપરના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાંથી ગટરના પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ શકતો ન હોવાથી ડ્રેનેજને લગતા પ્રશ્નો વધી ગયા હતા. અમિતનગર સોસાયટી તથા આસપાસના વિસ્તારનો વિકાસ અને વસ્તી વધતાં ડ્રેનેજની સમસ્યા અને ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા વધી ગઈ હતી. આ રોડ પર પંપીંગ સ્ટેશન આવેલું હતું પરંતુ તેની કેપેસિટી ઓછી હતી. વર્ષ 2035ની વસ્તીના આધારે પંપીંગ સ્ટેશનની કેપેસિટીમાં વધારો કરવો જરૂરી હતો. આ વિસ્તારમાં નજીકમાં કોર્પોરેશનનો કોઈ પ્લોટ ન હોવાથી રોડની જગ્યાના છેડા પર ફુટપાથને ભાગે હાલના પંપીંગ સ્ટેશનની બાજુમાં નવો વેલ બનાવી જુના વેલને ઇન્ટર કનેક્ટ કરીને નવી મશીનરી ફીટ કરીને હાલની પ્રેશર લાઈનમાં નવી પ્રેશર લાઈનનું જોડાણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જમીન પોચી અને ખસી પડે તેવા પ્રકારની હોવાથી વેલ સિંકિંગ પદ્ધતિથી અને ગ્રેવિટી લાઈન માઈક્રોટનલિંગ પદ્ધતિથી નાખવામાં આવી છે.
આ કામગીરી થતા હાલની લાઇન પરના ઉપરના વિસ્તારમાંથી આવતા ડ્રેનેજના પાણીનો સરળતાથી નિકાલ થશે અને પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે મોકલી શકાશે. પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ સહિત આશરે રૂપિયા 14 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવી છે. વીજ સપ્લાય ન હોય તો જનરેટર સેટથી આ પમ્પિંગ સ્ટેશનના પંપ ચાલુ રાખી શકાશે અને પાણી ઉલેચી શકાશે. આ પંપીંગ સ્ટેશન સંપૂર્ણ ઓટોમેટિક છે અને સ્કાડા સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. પંપીંગ સ્ટેશનમાં લેવલ વધે એટલે ચાલુ થાય છે અને લેવલ ઘટે એટલે બંધ થાય છે. જો તેમાં ખામી સર્જાય તો હુટર વાગે એટલે તરત ખબર પડે છે. હાલમાં આ પંપીંગ સ્ટેશન ટ્રાયલ રન પર હોવાથી કોન્ટ્રાક્ટરને ત્રણ મહિના ટ્રાયલ રન પર હોવાથી કોન્ટ્રાક્ટરને ત્રણ મહિના ટ્રાયલ રન પર ચલાવુ પડશે એટલે કે ત્રણ મહિના બાદ તેનું બિલિંગ શરૂ થશે.
[ad_2]
Source link






