બાલાસિનોરના બ્રેઇન ડેડ દર્દીની 2 કિડની, લિવર અને આંખોનું દાન કરાયું

On: March 23, 2022 9:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સ્થાનિક યુવાનને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

– સ્ટ્રોક આવતા વૃદ્ધને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા : અંગદાન માટે પરિવારનું કાઉન્સેલિંગ કરાયું

બાલાસિનોર : બાલાસિનોરના ૭૧ વર્ષના વૃદ્ધને સ્ટ્રોક આવતા સુભાનપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા તેમના પરિવાર દ્વારા દર્દીની બે કીડની, લિવર અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો.

બાલાસિનોરના રોહિત સમાજના એક વૃદ્ધને બ્રેઇન સ્ટ્રોક આવતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે તેમને બ્રેઇન ડેડ  જાહેર કરતા તેમના દિકરાઓ અને સગાઓને ડોક્ટરે સમજાવતા તેઓ ઓર્ગન ડોનેટ કરવા માટે તૈયાર થયા હતા. દર્દની બે કિડની, લિવર અને આંખોનું દાન કરવામાં આવ્યું છે. પરિવારના અંગદાનના નિર્ણયથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહેલા ૨૫ વર્ષના એક યુવાનને નવજીવન મળ્યું છે.

બાલાસિનોરમાં રહેતા અને ખેતી કામ કરતા રોહિત સમાજના ૭૧ વર્ષના મોરારભાઇ વાલજીભાઇ ચૌહાણને ગત તા.૧૩ મી એ બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને શહેરની  ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરની ટીમ દ્વારા કરાયેલા પ્રયાસો છતાંય દર્દીને શનિવારે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઓર્ગન ડોનેશન કમિટીના ડો.દિપાલી તિવારી તથા અન્ય ડોક્ટર દ્વારા દર્દીના દીકરા ભરતભાઇ, નરેન્દ્રભાઇ તથા કિરણભાઇને તથા અન્ય સગા સંબંધીને સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનોની સંમતિ  પછી દર્દીની બે કિડની, એક લિવર તથા આંખોનું દાન કરવામાં આવ્યું હતું. તે જ હોસ્પિટલમાં સારવાર લેતા ૨૫ વર્ષના એક યુવાનને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા તેને નવજીવન મળ્યું હતું.

 જ્યારે અન્ય ઓર્ગન ગ્રીન કોરિડોર કરી અન્ય હોસ્પિટલમાં  ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!