વડોદરા: કાર્યપાલક ઈજનેરની નિમણૂકમાં હાઈકોર્ટની ઝાટકણી: "પ્લે ડાઈ, પ્લે લૂડો, સિલેક્ટ નંબર થ્રી"

On: March 19, 2022 12:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 19 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપાલક ઈજનેરની ખાલી પડેલી જગ્યા ઉપર વર્ષ 2018માં લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં પસંદગી સમિતિએ પ્રથમ નંબર પર સુરતના જતીન કળથીયાની પસંદગી કરી હતી ત્યારબાદ કોર્પોરેશનની સમગ્ર સભામાં ત્રણ નામની યાદી મોકલવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમાંકે આવેલા ઉમેદવારની પસંદગી કરવાને બદલે ત્રીજા નંબરના ઉમેદવારની પસંદગી થતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં તાજેતરમાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જજ દ્વારા કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યપાલક ઈજનેરની ખાલી પડેલી જગ્યા અંગે ગત તારીખ 13/5/2018 ના રોજ ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં લેખિત પરીક્ષા લીધા બાદ તારીખ 8/8/2018 ના રોજ પર્સનલ ઈન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા.

આ કાર્ય પાલક ઈજનેરની જગ્યા ઉપર સુરતના જતીન કળથીયાને લેખિત પરીક્ષામાં 231 માર્કસ મળ્યા હતા જ્યારે પર્સનલ ઈન્ટરવ્યૂમાં 209 માર્કસ મળ્યા હતા ત્યારે કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઈજનેર ધાર્મિક દવેને લેખિત પરીક્ષામાં 181 અને પર્સનલ ઈન્ટરવ્યુમાં 176 માર્કસ મળ્યા હતા.

કોર્પોરેશનની પસંદગી સમિતિએ કાર્યપાલક ઈજનેર ની આખરી પસંદગી માટે ત્રણ ઉમેદવારના નામની યાદી સમગ્ર સભા માં રજુ કરી હતી જેમાં કોર્પોરેશનની સમગ્ર સભા એ પ્રથમ નંબરે આવેલા જતીન કળથીયા ને બદલે ત્રીજા નંબર પર આવેલા અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા ધાર્મિક દવેની નિમણૂક કરવાની મંજૂરી આપી હતી.

પ્રથમ આવેલા જતીન કળથીયાની નિમણૂક નહીં થતાં વિવાદ સર્જાયો હતો.જેથી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો હાલમાં નિમણુંક મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં જતીન કળથિયા ના વકીલ અને કોર્પોરેશનના વકીલોની દલીલ જજ એ સાંભળી હતી.

ફરિયાદીના વકીલે નિમણૂકની આખરી સત્તા કોર્પોરેશનની સમગ્ર સભા ના હોય છે તેમ જણાવ્યું હતું.

બંને પક્ષે દલીલો દરમિયાન હાઈકોર્ટના જજ એ સ્પષ્ટ જણાવ્યું કે પસંદગી કરતાં સમયે ત્રીજા નંબરની વ્યક્તિની પસંદગી કરી લેવી હતી ને જેમને ફાવે તેને એપોઈન્ટ કરી લેવાની થોડી હોય મેરીટ લીસ્ટનો મતલબ શું.

આ સમયે કોર્પોરેશનના વકીલે બચાવ કરતા જણાવ્યું કે નિમણૂકની આ એક પ્રક્રિયા છે તેની સામે જજએ પ્રક્રિયા કયા બેઝ પર થાય છે. નંબર ત્રીજા પર આવેલા ઉમેદવાર માટે “પ્લે ડાઈ,પ્લે લુડો સિલેક્ટ નંબર થ્રી” તેમ કહી નિમણૂકમાં રમત રમો છો ,જે નંબર પઢો તેને એપોઈન્ટ કરવા તેમ કહી કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!