વડોદરા: માંજલપુર ડી માર્ટ મોલમાં સામાન ચોરી કરતી યુવતી ઝડપાઈ

On: March 19, 2022 12:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 19 

ધુળેટીના દિવસે માંજલપુર ડી માર્ટ મોલમાં પોતાની બેગમાં સામાન ચોરી જતી યુવતી સિક્યુરિટી ગાર્ડના હાથે રંગેહાથ ઝડપાઈ જતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના એસ.આર.પી ગૃપ 09ની સામે  ડી માર્ટ મોલમાં સિક્યુરિટી ગાર્ડે મોલનો સામાન ચોરી જતી યુવતિને ઝડપી પાડી હતી. યુવતી પાસેની બેગમાંથી લેડીસ કુરતો,  તેલના પાઉચ અને  ચીઝના પેકેટો મળી આવ્યા હતા. યુવતી પાસેથી મટીરીયલ અંગેનું બિલ મળી આવ્યું ન હતું. સિક્યુરિટી ગાર્ડે પૂછપરછ કરતા યુવતીએ આ સામાન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઘટના અંગેની જાણ પોલીસ કંટ્રોલને કરાતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી 26 વર્ષીય કૃપલબેન મહિડા (રહે – વુડાના મકાન, તરસાલી/મૂળ રહે- સંતરામપુર) હોવાનું બહાર આવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!