એસજી હાઈવે ઉપર હિટ એન્ડ રન : વૃદ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર

On: March 12, 2022 11:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 12 માર્ચ 2022 શનિવાર

અમદાવાદમાં એસજી હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાહન ચાલક પુરઝડપે વાહન ચલાવી વૃદ્ધને ટક્કર મારી ફરાર થઈ ગયો છે અને વૃદ્ધને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

મળતી માહિતી અનુસાર રમેશભાઈ અંબાબાલ પટેલ ઉં.વ. 65 કે જેઓ છારોડી ગામ હનુમાનજીના મંદિરની આગળ રોડ પર ચાલતા જતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકે પુરઝડપે અને બેદરકારી પૂર્વક માણસનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવી મૃતકને અકસ્માત કરી ટક્કર મારી રોડ પર પાડી દીધા હતા. જ્યાં મૃતકને જમણા પગે ગંભીર ઈજા થઈ હતી. મૃતકને પહેલા સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા જોકે સારવાર દરમિયાન ફરજ પર હાજર ડોક્ટરે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. વાહન ચાલક અત્યારે ફરાર છે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!