Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં સેન્ટ્રલ લાઈટિંગ માટે 2 કરોડના ખર્ચે 1100 પોલ ખરીદાશે

On: March 2, 2022 9:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– નવા વિસ્તારોમાં તેમજ શહેરમાં સેન્ટ્રલ ડિવાઈડર સાથેના નવા રોડ બનતા પોલની માંગ વધી 

વડોદરા, તા. 02 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2022-23નું બજેટ તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના નવા મુખ્ય રસ્તાઓ અને કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં સેન્ટ્રલ અને સાઈડ લાઇટિંગ ના કામો અંગે આયોજન પણ જાહેર કરાયા છે. કોર્પોરેશન દ્વારા વાર્ષિક ઈજારા થી ૧૦ મીટરની ઊંચાઇ ધરાવતા હોટ ડીપ ગેલ્વેનાઈઝ ક્રોનિકલ પોલ આશરે 2.06 કરોડના ખર્ચે ખરીદવાના છે  આવા આશરે 1100 પોલ ખરીદવાના છે. આ ઇલેક્ટ્રીક પોલ ના ઈજારા માટે ત્રણ વખત ટેન્ડર મંગાવ્યા હતા. સ્ટ્રીટ લાઈટ વિભાગની સેન્ટ્રલ અને સાઈડ લાઈટ ની કામગીરીમાં વધારો થતાં આટલા પોલ ની આવશ્યકતા ઉભી થઇ રહી છે. આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. 

પોલની સાથે સાથે જરૂરી 31 લાખના ખર્ચે કેબલો ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ કરવામાં આવી છે. કેબલો માટે પણ ત્રણ વખત ટેન્ડર મંગાવ્યા હતા. કોર્પોરેશન મુખ્ય માર્ગો ઉપર સેન્ટ્રલ લાઇટિંગ માટે અંડર ગ્રાઉન્ડ કેબલ ની કામગીરી કરે છે .વડોદરા શહેરની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ થતાં અને નવા સેન્ટ્રલ ડિવાઈડર સાથે રોડ બનતા સ્ટ્રીટ લાઈટની સુવિધા માટે પોલની આવશ્યકતા રહે છે. કામગીરી મોટી હોવાથી હજી વધુ સંખ્યામાં પણ પોલ જોઈશે. આ પોલની આવરદા 20 વર્ષની હોય છે. કોર્પોરેશનમાં જેમ બજેટ ઉપલબ્ધ થતું જાય તેમ ઈલેક્ટ્રીક પોલ માટે ફાળવણી કરાતી રહે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!