Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભારતીય સૈન્ય હવે આત્મનિર્ભર, 85% ખરીદી સ્વદેશી : મુકુંદ નરવણે

On: February 26, 2022 10:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સૈન્યના વડાનું અમદાવાદમાં ઉદ્બોધન

ટેન્ક સહિતના યુદ્ધનાં વાહનો માટે નવી ડિઝાઇન વિચારવાની જરૂર : ઊર્જા આધારીત ટેકનોલોજીનો ઉપયોગ વધારવો પડશે

અમદાવાદ : એકમેક પર વર્ચસ્વ જમાવવા માટે આદિકાળથી યુદ્ધ ખેલાતું આવ્યું છે. જોકે, વર્તમાન સમયમાં યુદ્ધ માત્ર રણભૂમિમાં જ નહીં સાયબર અને સ્પેસ સિસ્ટમ ખોરવીને પણ ખેલાતું હોય છે.જેના કારણે સરહદની સાથે સાયબર અને સ્પેસની અભેદ સુરક્ષાનું મહત્વ પણ ખૂબ વધી જાય છે.

શત્રૂઓ દ્વારા સાયબર કે સ્પેસ અવળચંડાઇ કરવામાં આવે તો ભારત તેના માટે સંપૂર્ણ સજ્જ છે. અમદાવાદ આવેલા ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ. નરવણેના મતે ે સાયબર અટેક ખાળવા માટ ભારતે તાજેતરમાં જ ડિફેન્સ સાયબર એજન્સીનો પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત ે ડિફેન્સ સર્વિસ સાયબર એજન્સીની પણ મદદ લેવામાં આવી રહી છે. 

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે શરૂ થયેલા ત્રણ દિવસીય અમદાવાજ ડિઝાઇન વીકનું ભારતીય સૈન્યના વડા એમ. એમ. નરવણે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ‘સંરક્ષણના ક્ષેત્રમાં નાના કદના શસ્ત્ર-સરંજામ એ ભવિષ્ય છે. આપણા યુદ્ધ જહાજ,  વિમાનોનું કદ નાનું થાય તેની જરૂરિયાત છે. ઓછી જગ્યામાં આપણે વધુને વધુ વૈવિધ્યને સમાવી શકીએ તે પાયાની બાબત છે.

આ જ કારણથી નાના કદના પણ અસરકારક શસ્ત્ર સરંજામનો વિકાસ એ એવું ક્ષેત્ર છે કે જે તરફ આપણે આગળ વધવાનું છે. સંરક્ષણ અને એરોસ્પેસનું ભવિષ્ય હવે ઉર્જાને આધારીત છે. ઈલેક્ટ્રિક વાહનો માટે તો સરકાર દ્વારા રોડ મેપ તૈયાર કરવામાં આવી જ રહ્યો છે. પરંતુ તેની સાથે અસ્મિગત ઈંધણને બદલે ઉર્જાઆધારીત ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવે તેની જરૂરિયાત છે. ‘

તેમણે વધુમાં ઉમેર્યું કે, યુદ્ધ માટેની  ટેન્કમાં છેલ્લા 60-70 વર્ષમાં કોઇ જ ફેરફાર થયો નથી. એ વખતે પણ ટેન્ક ઉપર ગન જોવા મળતી અને તે જ ડિઝાઇન આજે પણ છે. આપણે ટેન્કની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે તેની ડિઝાઇન અંગે કંઇક અલગ વિચારી શકીએ. યુવા ડિઝાઇનરોએ યુદ્ધના વાહનો માટે એવી નાવિન્યસભર ડિઝાઇન તૈયાર કરવી જોઇએ જે આજથી 50 વર્ષ બાદ પણ સમકાલિન લાગી શકે. ‘ 

ચેન્નાઇ અને લખનૌ ડિફેન્સ કોરિડોરે સમગ્ર વ્યવસ્થાતંત્રને બદલાવી દીધું છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી સૈન્યનો સવાલ છે તો અમે જે પણ કંઇ ખરીદી કરીએ છીએ તેમાંનો 85% હિસ્સો ભારતીય કંપનીનો હોય છે.

આર્મી, નેવી, એરફોર્સમાં ખરીદીના 68% ઓર્ડર  સ્વદેશી કંપનીને અપાય છે. આ બાબતમાં અમને આપવામાં આવેલા લક્ષ્યાંકથી અમે ઘણા આગળ છીએ.  ભારતીય સૈન્ય માત્ર હાઇ ટેક્ શસ્ત્રો જ નહીં સૈન્યની ટૂકડીને કેટલાક વિસ્તારમાં જે  સમસ્યાનો સામનો કરવો પડે છે તેના ઉપર પણ સતત વિચારી રહી છે.

અંતરિયાળ વિસ્તારમાં પીવા લાયક પાણી મળી શકે તેની વ્યવસ્થા આપણે હજુ શોધી શક્યા નથી. હજુ પણ તેના માટે પાણીના ટેન્કરનો આધાર રાખવો પડે છે. અંતરિયાળ વિસ્તારમાં ઘણી વખત અસ્મિગત ઈંધણ પ્રાપ્ય થતું નથી. આ સ્થિતિમાં અંતરિયાળ વિસ્તારમાં આપણે અસ્મિગત ઈંધણના ઉપયોગ વિના વીજળી ઉત્પન્ન થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી ન કરી શકીએ?’ 

સમય પ્રમાણે પરિવર્તન નહીં લાવતા રહો તો ભૂતકાળ બની જશો

સૈન્યના વડા એમએમ નરવણેએ યુવાનોને સલાહ આપતાં કહ્યું કે, ‘સમય પ્રમાણે જે પરિવર્તન નથી લાવતાં તે ભૂતકાળ બની જાય છે. નોકિયા ફોન, એચએમટી, કોડક તેના માટેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમય પ્રમાણે ઢાળીને પરિવર્તન લાવતા રહેવું જરૂરી છે. કોઇ પણ સમસ્યા અંગે ચર્ચા કરતાં અગાઉ ચાર-ડીને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેમાં ડિસ્કવર, ડિફાઇન અને ડેવલપ અને ડિલિવરનો સમાવેશ થાય છે.’ 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!