ચીનના આર્થિક પીઠબળના જોરે રશિયા કૂદકા મારી રહ્યું છે

On: February 26, 2022 11:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ ખાતે એડ્ ગુરૂ પ્રહલાદ કક્કડનો દાવો 

ભારતે આવનારા સમયમાં રાજકીય કૂટનીતિ બાબતમાં ખૂબ જ સંતુલન રાખીને ચાલવું પડશે

અમદાવાદ : ભારતે રાજકીય કૂટનીતિ બાબતે ખૂબ જ તકેદારી રાખવી પડશે. કેમકે, રશિયા હાલમાં જે કંઇ કરી રહ્યું છે તેમાં ચીનના આર્થિક પીઠબળ છે તેવો જાણીતા અડ્ ગુરૂ પ્રહલાદ કક્કડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઇ રહેલા ત્રણ દિવસીય ડિઝાઇન વીકમાં ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત રહેલા પ્રહલાદ કક્કડે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ‘વિશ્વની શાંતિ હાલમાં ડહોળાઇ ગઇ છે. જે દેશ ઘણા વર્ષોથી આપણું સાથી રહ્યું છે તેણે અન્ય દેશ પર યુદ્ધ છેડયું છે.

પશ્ચિમના અનેક દેશો યુક્રેનના ટેકા માટે આગળ પણ આવી રહ્યા છે. પરંતુ આપણે એ વાતથી વાકેફ નથી કે રશિયાને ચીન પાસે આર્થિક ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ચીન આપણી સરહદે ડોળો જમાવીને બેઠું જ છે. રશિયાને ચીન પાસેથી આર્થિક મદદ મળી રહી છે. આ સ્થિતિમાં રશિયા ભવિષ્યમાં કોને સાથ આપશે તે સમજી શકાય એમ છે. ‘

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કોઇ પણ ચીજવસ્તુનો ત્યારે જ સારી રીતે ઉપયોગ થઇ શકે છે જ્યારે તેની ડિઝાઇન લોકોને સરળતા આપનારી હોય છે. તમે અન્ય ફોનની સરખામણીએ એપલ ફોનની ખરીદી પાછળ શા માટે બમણા રૂપિયા ખર્ચો છો? જેના માટે એપલ ફોનની ડિઝાઇનની મુખ્ય ભૂમિકા છે.આપણી સૈન્યમાં જોશની કોઇ કમી નથી પણ  સૈન્યની ટેક્નોલોજી બાબતે હજુ આપણે ઘણી મહેનત કરવાની જરૂર છે.’ 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!