કાલાવડ નજીક ઊંડ-3 ડેમમાં માછીમારીનો કોન્ટ્રાક્ટ મેળવનાર દલિત યુવાનને ધમકી આપી હડધૂત કરાયા

On: February 15, 2022 6:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– કાલાવડ પંથકમાં ત્રણ શખ્સો સામે એસ્ટ્રોસીટી સહિત ગુનો દાખલ કરાયા પછી પોલીસે ત્રણેયને અટકાયત માં લીધા

– ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ચાપરા ગામ નજીક ઊંડ-૩ ડેમમાં માછીમારીનો કોન્ટ્રાક્ટ રાખનાર એક દલિત યુવાનને પૂર્વ કોન્ટ્રાકટરો પૈકીના ત્રણ શખ્સોએ ધમકી આપી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યો હોવાથી ત્રણેય શખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં એસ્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લઈ કોવિડ પરીક્ષણ કરાવતાં એક આરોપી નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, જ્યારે અન્ય બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ચાપરા ગામ નજીક ઊંડ-૩ ડેમ પાસે રહેતા અને તાજેતરમાં જ ઊંડ-૩ ડેમમાં માછીમારીના કોન્ટ્રાક્ટ રાખનારા ભાવેશ કિશોરભાઈ કોર નામના દલિત યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટના પ્રશ્ને પોતાને ધમકી આપી સમાજમાં હડધૂત કરવા અંગે કાલાવડના ઇમરાન ગફારભાઈ શમા અને તેના ભાઈ ઈસ્માઈલ ગફારભાઈ શમા ઉપરાંત ભંગડા ગામના હરપાલ ઉર્ફે યશપાલસિંહ રામદેવસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉંડ-૩ ડેમમાં અગાઉ ઇમરાન અને ઇસ્માઇલ સહિતનાનો માછીમારી નો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ તાજેતરમાં ફરિયાદી ભાવશે સૌથી ઓછો ભાવ ભરીને કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો. જેથી ઉપરોક્ત બન્ને ભાઈઓ તથા હરપાલસિંહ વગેરે નારાજ થયા હતા, અને નવા કોન્ટ્રાક્ટરને ભગાવી દેવા માટે ધમકી આપી હતી, અને દલિત જ્ઞાતિનો હોવાથી હડધુત કર્યો હતો. જે મામલે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અને જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, અને તેઓના કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ઇમરાન સમા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી દેવાયો છે, ઉપરાંત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!