[ad_1]

જામનગર : જામનગર નજીક ખીમરાણા ગામના પાટિયા પાસે હાઈવે રોડ પર એકાએક એક ગાય આડી ઉતરતાં પૂરપાટ વેગે આવી રહેલી કાર અકસ્માતે ડિવાઇડર કૂદી ને બીજી તરફ પલટી મારી ગઇ હતી, અને કારનું પડીકું વળી ગયુ હતું. જેમાં બેઠેલી ત્રણ વ્યક્તિને નાની-મોટી ઇજા થવાથી હોસ્પીટલમાં સારવાર અપાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ખીજડિયા બાયપાસ થી થોડે આગળ ખીમરાણા ગામ નજીકના હાઈવે રોડ પર આજે સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં એક ગાય માર્ગ પર આડી આવી જતાં ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે.-૫ એન. ૭૯૩૭ એકાએક પલટી મારી ગઇ હતી, અને ડીવાઇડર કુદાવીને પડીકું વળી ગઇ હતી.
જે અકસ્માતના કારણે કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થવાથી તેઓને તાત્કાલીક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. સમગ્ર અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
[ad_2]
Source link






