[ad_1]

– ડીકેવી સર્કલ પાસે જાહેરમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી તમિલનાડુ સરકારનો વિરોધ કરાયો: પોલીસ દ્વારા પાંચ કાર્યકરોની અટકાયત*
જામનગર તા ૧૫, જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તામિલનાડુ ની એક વિદ્યાર્થિની પર સ્કૂલ સંચાલકો દ્વારા ધર્મપરિવર્તન મામલે માનસિક ત્રાસ અપાતો હોવાથી વિદ્યાર્થીનીએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવા ના બનાવ નો વિરોધ દર્શાવ્યો હતો.
ડી.કે.વી. સર્કલમાં બપોરે બાર વાગ્યાના અરસામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જયદેવસિંહ જેઠવા સહિતના કાર્યકરો એકત્ર થયા હતા, અને પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોરચાર કર્યા હતા. તેમજ વિદ્યાર્થિનીના આત્મહત્યાના પ્રકરણમાં દોષિતો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પ્લેકાર્ડ દર્શાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ઉપરાંત તામિલનાડુ સરકારનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. આ વેળાએ સીટી બી ડિવિઝન પોલીસે એબીવીપીના પાંચ કાર્યકરોની બી.પી.એકટ ૬૮ મુજબ અટકાયત કરી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
[ad_2]
Source link






