Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

૩૫ યુનિવર્સિટીના નકલી સર્ટિ.નું કૌંભાંડ ઃ દિલ્હીની ઠગ મહિલા ઝડપાઇ

On: January 25, 2022 4:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાજપીપળા તા.૨૫ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાંથી ઝડપાયેલા નકલી ડિગ્રી સર્ટિફિકેટના તાર છેક દિલ્હી સુધી નીકળતા નર્મદા જિલ્લા પોલીસે દિલ્હીની ઠગ મહિલાને ઝડપી પાડી સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીઓના બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું નેટવર્ક ઝડપી પાડયું છે.

રાજપીપળા ખાતેની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવસટીમાં ગત મહિને એક ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવતા આ સર્ટિફિકેટ નકલી હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ   હાથ ધરતા યુનિવસટીની વેબસાઈટ બનાવી કોઇ ભેજાબાજ વિદ્યાર્થીઓ સાથે ઠગાઇ કરતો હોવાનું જણાતા યુનિવસટીના રજિસ્ટ્રાર વિજયસિંહ વાળાએ  રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. નકલી ડિગ્રી સર્ટિફિકેટની તપાસ બાદમાં નર્મદા એલસીબીને સોંપવામાં આવી હતી.

તપાસ દરમિયાન બિરસા  મુંડા ટ્રાયબલ યુનિવસટીની નકલી વેબસાઈટ અને ટેકનિકલ સોર્સ આધારે વેબસાઈટ બનાવનારની ઓળખ કરવામાં આવી  હતી. અરજીઓને નકલી વેબસાઈટ મારફતે ચકાસણી કરવામાં આવતી હતી તેની તપાસ નર્મદા પોલીસે કરતાં આ વેબસાઇટ તથા બનાવટી ડિગ્રી સટફિકેટ દિલ્હી ખાતે બનતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

નકલી માર્કશીટના  તાર દિલ્હીમાં નીકળતા નર્મદા પોલીસ દિલ્હી ગઈ હતી અને દિલ્હી ખાતેથી બેવલાનંદ રેવ બંસીનન્દ નામની મહિલાને ઝડપી પાડી હતી. મહિલાના દિલ્હીમાં ઉત્તમનગર ખાતે રાજાપુરીરોડ ખાતેના ઘરે ઝડતી તપાસ કરતા દેશની અલગ-અલગ ૩૫ યુનિવસટીના ૨૩૭ ડિગ્રી સટફિકેટો તથા ૫૧૦ માર્કશીટ અને કોરા ડિગ્રી સર્ટિફિકેટો, માર્કશીટો મળ્યા હતાં. આ ઉપરાંત માર્કેટિંગ કરવા માટેનું સ્કેનર તથા કલર પ્રિન્ટર પણ મળ્યા હતાં. અલગ-અલગ યુનિવસટી તેમજ બોર્ડના રબરસ્ટેમ્પ, માર્કશીટ  પર લગાવવાના હોલમાર્ક પણ મળતા પોલીસ ચોંકી ગઇ હતી.

સ્કૂલ એજ્યુકેશન સંસ્થાઓની ૩૭ જેટલી વેબસાઈટો અને ડોમેઈન જે આરોપી પોતે ચલાવતી હતી.  ૩૭ જેટલી વેબસાઈટ પોતે જ ચલાવતી હોવાનું ભેજાબાજ મહિલાએ કબૂલ્યું હતું. ડૂપ્લિકેટ સર્ટિફિકેટ અને વેબસાઈટ હેક કરવાનો ગુનો ડિટેક્ટ  કરવા નર્મદા જિલ્લા  પોલીસને સફળતા મળી હતી. મહિલા આરોપીના પોલીસે ૬ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાત અને અન્ય રાજ્યોની અનેક યુનિવસટીની માર્કશીટના કૌભાંડમાં પેટા એજન્ટ કોણ કોણ છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!