Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કોઈ ભલા માણસે કોલ કર્યો અને અભયમ રેસ્ક્યુ ટીમ સગીરાની મદદે પહોંચી

On: January 25, 2022 2:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 25

181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી કિશોરીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે આદિજાતિ પરિવારની સગીર કિશોરી ની સુરક્ષા થઈ છે અને તે સુરક્ષિત રીતે પુનઃ પોતાના પરિવાર પાસે પહોંચી શકી છે.

ઘટનાની વિગતો આપતાં અભયમ,વડોદરાના પ્રવક્તા એ જણાવ્યું કે અમારા કોલ સેન્ટરને કોઈ ભલા માણસે ફોન કરીને, છાણી વિસ્તારમાં એક અજાણી સગીરા મુંઝાયેલી હાલતમાં એકલી છે અને પૂછપરછ નો કોઈ જવાબ આપતી નથી તેવી જાણકારી આપવાની સાથે મદદરૂપ બનવા વિનંતી કરી હતી.

તેને ત્વરિત પ્રતિસાદ આપતાં બાપોદ પોલીસ સ્ટેશન સંલગ્ન અભયમ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચીને એ કિશોરીને પોતાની સુરક્ષા હેઠળ લઈને હૂંફ અને સાંત્વના આપીને જરૂરી પૂછપરછ કરી હતી.

તે દરમિયાન જાણવા મળ્યું હતું કે છોટાઉદેપુર નજીકના ગામનો આદિજાતિ પરિવાર સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કરવા ગયો હતો.

વતનમાં મરણ પ્રસંગ ઘટતા આ કિશોરીના પિતા તેને એકલી મૂકીને પોતાના ગામ ગયા હતા. જે દરમિયાન આ વાત જાણતી વ્યક્તિ આ કિશોરીને પિતા પાસે પહોંચાડવાની વાતમાં ભોળવીને વડોદરા લઈ આવ્યો હતો.આ વ્યક્તિએ રાત્રિના સમયે આ દીકરી સાથે અડપલાં કરતાં તેણે પ્રતિકાર કર્યો એટલે એ વ્યક્તિ તેને મૂકીને ફરાર થઈ ગયો હતો.

સવારે સ્થાનિક વ્યક્તિએ આ મુંઝાયેલી અને એકલી અજાણી કિશોરીને જોતાં 181 પર કોલ કરી અભયમને જાણકારી આપી હતી.

રેસ્ક્યુ ટીમની પૂછપરછમાં આ કિશોરી છોટાઉદેપુર પાસે ગામ છે એટલું જ જણાવી શકી હતી.એટલે ત્યાંની અભયમ ટીમની મદદ લેવામાં આવી.છોટાઉદેપુરની ટીમે ચોક્કસાઈ સાથે તપાસ કરી એ ગામના સરપંચનો સંપર્ક કરતા કિશોરીના પરિવારની ભાળ મળી હતી અને તેના પિતાએ દીકરીને લેવા વડોદરા આવવાની તત્પરતા બતાવી હતી. રેસ્ક્યુ ટીમે તેના પિતા આવે ત્યાં સુધી કિશોરીને છાણી પોલીસની સુરક્ષા હેઠળ પોલીસ સ્ટેશન માં મૂકી અને આખરે આ દીકરીને તેના પિતા આવીને લઈ જતા આ ઘટનાનો સુખદ અંત આવ્યો.તેના પિતાએ અભયમ ની વડોદરા અને છોટાઉદેપુર ટીમો તથા છાણી પોલીસનો દિલ થી આભાર માન્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!