[ad_1]
અમદાવાદ
ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ સા.પ્ર. બાદ આજે ધો.૧૨ સાયન્સ માટે પણ બોર્ડ પરીક્ષાના ઓનલાઈન
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.૧૨ સાયન્સ માટે ૧.૦૬ લાખ જેટલા જેટલા ફોર્મ
ભરાયા છે.બોર્ડ પરીક્ષા માટે ગત વર્ષ કરતા આ વર્ષે ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા
છે.
ધો.૧૦ અને
ધો.૧૨ સા.પ્ર. તથા ધો.૧૨ સાયન્સની માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ
ભરવાની પ્રક્રિયા આ વર્ષે કોરોનાને લીધે ઘણી મોડી શરૃ થઈ છે.જે ૨૦ નવેમ્બરથી શરૃ
કરી દેવાઈ હતી.ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં લેટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત
પૂર્ણ થયા બાદ સાયન્સમાં પણ આજે લેટ ફી સાથેની ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ
છે.ધો.૧૦માં આ વર્ષે ૯.૭૦ લાખ જેટલા ફોર્મ ભરાયા છે જ્યારે ધો.૧૨ સામાન્ય
પ્રવાહમાં ૪.૨૨ લાખ જેટલા ફોર્મ ભરાયા છે અને ધો.૧૨ સાયન્સમાં ૧.૦૬ લાખ જેટલા
ફોર્મ ભરાયા છે.ગત વર્ષની વાત કરીએ તો ૨૦૨૧ની માર્ચની બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦માં
સૌથી વધુ ૧૧.૮૩ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા.જેમાં નિયમીત ૮,૫૭,૨૦૪ અને રીપિટર-ખાનગી ૩,૨૬,૫૦૫
વિદ્યાર્થી હતા.સામાન્ય પ્રવાહમાં નિયમિત ૪૦૦૧૨૭ તથા રીપીટર-ખાનગી ૧,૩૦,૩૮૮ વિદ્યાર્થી હતા.૧૨ સાયન્સમાં ગત વર્ષે નિયમિત
અને રીપિટર સાથેના ૧.૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા.
મહત્વનુંછે કે ગત વર્ષ
માસ પ્રમોશન અપાનાર હોવાથી રીપિટરોના ફોર્મ મોટી સંખ્યામાં ભરાયા હતા પરંતુ સરકારે
માત્ર નીયમિત વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યુ હતુ અને રીપિટરો-ખાનગી
વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા જુલાઈમાં લેવાઈ હતી.ગત વર્ષે માસ પ્રમોશન અપાતા એક પણ
વિદ્યાર્થી નિયમિત કેટેગરીમાં નાપાસ ન થતા ગત વર્ષના નાપાસ કે જેઓ આ વર્ષે રીપિટર
તરીકે પરીક્ષા આપે તેવા વિદ્યાર્થીઓ જ ન હોવાથી આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦,૧૨ સા.પ્ર. અને ૧૨ સાયન્સમાં પણ
વિદ્યાર્થીઓ ખૂબ જ ઘટતા લગભગ ૩.૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ માર્ટ ૨૦૨૨ની બોર્ડ
પરીક્ષા માટે ઘટયા છે
[ad_2]
Source link






