Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કાપોદ્રામાં હીરાના ચોરીમાં બેની ધરપકડ: ઉપાડ માટે ના પાડી તો કારખાનામાંથી 1.80 લાખના હીરા ઉપાડી લીધા હતા

On: January 24, 2022 4:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– હીરા ચોરી કરનાર રત્નકલાકાર ભુપત વડાલીયા રીઢો ચોરઃ 26 જગ્યાએ ચોરીનો કસબ અજમાવ્યો હતો

સુરત
કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં યાના ડાયમંડ નામના કારખાનામાંથી રૂ. 1.80 લાખના 10 હીરા ચોરી કરનાર રત્નકલાકાર અને તેની પાસેથી હીરા ખરીદનાર કારખાનેદાર સહિત બેની ધરપકડ કરી છે. કારખાનાના ભાગીદારે ઉપાડ આપવાની ના પાડતા રીઢા ચોર એવા રત્નકલાકારે ચોરીનો કસબ અજમાવ્યો હતો.
કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટી ખાતા નં. 76 ના ગ્રાઉન્ડ ફ્લોર પર યાના ડાયમંડ નામના કારખાનામાંથી પાંચ દિવસ અગાઉ રાત્રે રૂ. 1.80 લાખની મત્તાના હીરાની ચોરી થઇ હતી. કારખાનાના દરવાજા અને ગ્રીલનું તાળું તોડી ઓફિસમાં તોડફોડ કરી ચોરીનો કસબ અજમાવનાર ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી બાતમીના આધારે રીઢા ચોર ભુપત ઉર્ફે ભરત કરશન વડાલીયા (ઉ.વ. 50 રહે. બારડોલી ફૂટપાથ પર રખડતો, તા. બારડોલી, જિ. સુરત અને મૂળ. અમરાપર, તા. કુકાવાવ, જિ. અમરેલી) ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ વરાછા, કાપોદ્રા, ચોકબજાર, કતારગામ અને પુણા વિસ્તારમાં 26 ઠેકાણે ચોરીનો કસબ અજમાવનાર ભુપત ઉપરોકત કારખાનામાં જ રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો.

ભુપતે કારખાનાના ભાગીદાર પાસે ઉપાડ માંગ્યો હતો પરંતુ આપ્યો ન હતો. જેથી ઉપાડ નહીં આપવાની અદાવતમાં કારખાનામાં ચોરીનો કસબ અજમાવ્યો હતો અને રૂ. 1.80 લાખની ચોરીના 10 નંગ હીરા માત્ર રૂ. 25 હજારમાં મનોજ જેઠાભાઇ બાભણીયા (ઉ.વ. 30 રહે. 25, સાંઇનગર સોસાયટી, પુણા ગામ અને મૂળ. સાંજણવાવ, તા. રાજુલા, જિ. અમરેલી) ને વેચી દીધા હતા. જેથી પોલીસે હીરાના કારખાનેદાર મનોજની પણ ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!