[ad_1]
![]()
અમદાવાદ,શુક્રવાર
વહેલી સવારે ગાઢ
ધુમ્મસની ચાદર છવાઇ જતાં અમદાવાદ જાણે થોડા કલાકો માટે ‘હિલસ્ટેશન’માં ફેરવાઇ ગયું
હોય તેમ આજે શહેરીજનોએ અનુભવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજથી આગામી બે દિવસ માટે
અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની
આગાહી પ્રમાણે શનિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં જ્યારે રવિવારે અરવલ્લી,
દાહોદ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, નવસારી,
ડાંગ, વલસાડ, સુરત, ભાવનગર, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. રવિવારથી ચાર દિવસ
સુધી રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં ૪-૬ ડિગ્રીનો ઘટાડો થતાં કાતિલ ઠંડીના વધુ એક
રાઉન્ડનો પ્રારંભ થશે.
બીજી તરફ ગત રાત્રિઅ
ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૬.૮ ડિગ્રી
સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ૩ દિવસ
અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં
૧૪.૪, વડોદરામાં ૧૬.૪, ભાવનગરમાં ૧૯.૧, રાજકોટમાં ૧૯.૭, સુરતમાં ૧૯.૮ ડિગ્રી સરેરાશ
લઘુતમ તાપમાન નોંધાયું હતું.
[ad_2]
Source link






