[ad_1]
વડોદરાઃ દહેજ પેટે વિધવા માતાએ પુત્રીના સાસરીયાને રૃ.૪ લાખ આપ્યા હોવા છતાં તેના પર અત્યાચાર ગુજારાતાં આખરે શરીરે લખાણ લખીને આપઘાત કરી લેનાર પરિણીતાના સાસરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના માલધાવાડી ખાતે રહેતા સુરેખાબેન પાટીલે પોલીસને કહ્યું છે કે,મારી પુત્રી દિવ્યાના લગ્ન વડોદરાના વાસણારોડ વિસ્તારમાં સરોજપાર્કમાં રહેતા સુનિલ પ્રભાકર ખૂરપડે સાથે થયા હતા.સાસરીયાઓને ટૂકડે ટૂકડે રૃ.૪ લાખ આપ્યા હોવા છતાં તેઓ મારી પુત્રીને દહેજ માટે તેમજ સંતાન નહીં થતા હોવાનું કહી હેરાન કરતા હતા.
આખરે સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી મારી પુત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસે આ અંગે પતિ સુનિલ ખૂરપડે, સસરા પ્રભાકર તુકારામ, સાસુ મંગલા પ્રભાકર ઉપરાંત નણંદ સુરેખા દેવીદાસ વરાડે,નણંદોઇ દેવીદાસ દેવરામ વરાડે (વડોદરા) તેમજ જલગાંવના જામનેર ખાતે રહેતી બીજી નણંદ પુષ્પા સંજય કાપસે અને નણંદોઇ સંજય તાપીરામ કાપસે સામે ગુનો નોંધ્યો હતો.
પીએસઆઇ એમ કે ગામિતે કહ્યંુ હતું કે,આ બનાવમાં પરિણીતાએ તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું લખાણ પણ લખ્યું હતું.જેથી આ કેસમાં પતિ,સાસુ,સસરા અને વડોદરા રહેતા નણંદ-નણંદોઇની અટકાયત કરવામાં આવી છે.
[ad_2]
Source link






