માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકાના લાંબડીયા, કોટડા અને દેલવાડામાં છાંટા પડયા

On: January 5, 2022 11:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,મોડાસા, પોશીના,
તા. 5

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ૫ મી જાન્યુઆરીએ સાબરકાંઠા, અરવલ્લી
અને બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લાના પોશીના
તાલુકામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતાં બુધવારે સવારથી જ આકાશમાં વાદળો
ગોરંભાયા હતા. અને દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેતા ભરશિયાળે પોશીના સહિત
તાલુકાના લાંબડીયા
, કોટડા અને દેલવાડા તેમજ આસપાસના અંતરિયાળ
વિસ્તારોના ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદના અમી છાંટા પડયા હતા. જેને લઇ
ખેડૂતો દ્વારા કરવામાં આવેલ શિયાળુ પાકની વાવણીમાં રાયડો
, વરિયાળી
સહિતના પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં દિવાળી બાદ અવાર નવાર
વાતાવરણમાં પલટો આવી કમોસમી વરસાદ વરસવાની ઘટનાઓ 
જોવા મળી છે ત્યારે બુધવારે હિંમતનગર સહિત જિલ્લાના ખેડબ્રહ્મા
, પોશીના,
વડાલી, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં એકા એક વાતાવરણમાં
પલટો આવી વાદળો ઘેરાતા ખેડુતોના જીવ તાળવે ચોટયા છે.

 જીલ્લાના ખેડુતો
દ્વારા શીયાળુ પાકનુ વાવેતર કરાઈ ચુક્યુ છે ત્યારે વાદળછાયા વાતાવરણને લઈને શીયાળુ
પાકની ખેતીમાં રોગચાળો આવવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે જગતનો તાત ચિંતીત બન્યો
છે.

૬ થી ૮ જાન્યુઆરી દરમ્યાન ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં
વરસાદના ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે તંત્ર
દ્વારા પણ અગમ ચેતીના ભાગરૂપે સંલગ્ન વિભાગોને સાવચેતી માટેના પગલા લેવા જીલ્લાના
ડીઝાસ્ટર વિભાગ દ્વારા તેની સુચના અપાઈ છે.

 બીજી તરફ જો માવઠું
થશેતો ઠંડીના ચમકારામા વધારો થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.  જ્યારે અરવલ્લી  જિલ્લામાં છેલ્લા દોઢ માસમાં ત્રણવાર માવઠાનો
માર સહન કરી ચૂકેલા ખેડૂતો
,પ્રજાજનો ચોથીવારના કમોસમી વરસાદની આગાહીથી
ચિંતામાં ચૂકાયા છે. બુધવારના રોજ અરવલ્લી જિલ્લાના કેટલાક ભાગોમાં ગોરંભાયેલ
વાદળછાયા વાતાવરણથી જ જન જીવન પ્રભાવીત થયું હતું.

જિલ્લામાં ગત ૧૮ નવે.,૧ ડીસે. અને ૨૮ ડીસેમ્બર એમ ભરશિયાળામાં
ત્રણવાર માવઠાનો માર ખેડૂતોએ સહન કર્યો છે
, રવિપાકોમાં ઘઉં,ચણા અને જીરૂ જેવા પાકોને નુકશાન પણ થવા પામ્યું છે. ત્યારે આ કમોસમી
વરસાદની આગાહીને પગલે ડીઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લાના પ્રાંત અધિકારી
,ટીડીઓ અને ખેતીવાડી વિભાગને એલર્ટ કરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!