Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઇડરના કુકડીયાં ગામમાં મિની-થિયેટર વર્ષોથી ખંડેર હાલતમાં

On: December 31, 2021 5:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઇડર,
તા. 30

ઇડરના કુકડીયામાં સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીના સપનાનું ઘર
એટલે મીની થિયેટર (રંગમંચ)નું મકાન આજે ૨૧ વર્ષ પછી પણ વપરાશ વિના ખંડેર હાલતમાં ફેરવાઈ
ગયું છે. રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળનું આ મકાન તૈયાર થયા બાદ
તેનો એક પણ વાર ઉપયોગ થયો નથી. ઇડરની પુલ-પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેરે આ બાબતે સરકારના
જે તે વિભાગને ૫૩ જેટલા પત્રો લખી કબજો સંભાળી લેવા વિનવણી કરી હોવા છતાં વિભાગની આળશને
કારણે સરકારના ૫૦ લાખ રૂપિયા પાણીમાં ગયા છે. ઉલ્ટુ ગામ બહાર આવેલ રણી ધણી વિનાનું
આ મકાન હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યુ ંછે.

ઇડરનું કુકડીયા ગામ એટલે ભિલોડાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી
ચલચિત્રના સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી તથા પૂર્વ સાંસદ અને રામાયણ સીરીયલના લંકેશ
અરવિંદ ત્રિવેદીનું વતન. આ વતનનું ઋણ અદા કરવા સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીએ ગામમાં
એક આધુનિક રંગમંચ બનાવવાનું સપનું જોઇ
,
આ સપનાને સાકાર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેના ફળ સ્વરૂપ વર્ષ ૧૯૯૯માં રાજ્યના
રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળ અહીં રંગમંચના મકાન નિર્માણનું કામ શરૂ થયું
હતું.

ત્યારબાદ ગત તા. ૨૭-૮-૨૦૦૧ના રોજ રંગમંચનું કામ પૂર્ણ થઇ જતાં, મકાન બનાવનાર ઇડરની
પુલ-પેટા વિભાગ કચેરીએ રાજ્ય સરકારના વિભાગને કબજો સંભાળી લેવા પત્ર લખ્યો હતો. જો
કે
, વિભાગ તરફથી
કોઇ જવાબ મળ્યો નહોતો. તેમ છતાં ઇડરની કચેરીએ પત્ર વ્યવહાર શરૂ રાખી જિલ્લા રમત-ગમત
અધિકારી તથા યુવા-સાંસ્કૃતિક વિભાગના કમિશનરને મળી ૫૩ જેટલા પત્રો લખ્યા હોવા છતાં
વિભાગે કબજો સંભાળવામાં આળસ દાખવતાં આજે આ મકાન ખંડેર થઇ ગયું છે. સરકારના વિવિધ વિભાગોની
ઘોર બેદરકારીએ ૫૦ લાખ રૂપિયાનું પાણી કરી નાંખ્યું છે.

છેલ્લા ૨૧ વર્ષથી રંગમંચના મકાનના ઉદ્ઘાટનની રાહ જોતી આ વિસ્તારની
જનતાની આશાઓ ઠગારી નિવડી છે. મકાનના બારી-બારણા તથા ઇલેક્ટ્રીક ફીટીંગનો વાયર સહિતનો
સામાન ચોરાઈ ગયો છે. અસામાજિક તત્વો અહીં અડીંગો જમાવી માલિકની જેમ વર્તી રહ્યા છે.
સરકારી વિભાગો અને બાજુઓ આ મામલે એક-બીજાને ખો આપી ઝંઝટમાંથી છુટવાનો પ્રયાસ કરતા હોય
તેમ લાગી રહ્યું છે.

વારંવાર રજુઆત કરી ઃ સરપંચ

લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રંગમંચની દુર્દશા જોઇ ગામના
સરપંચ કલ્યાણસિંહ કુંપાવતે આ મકાન પંચાયતને અથવા ગામને સોંપી દેવા રજૂઆત કરી હતી. જો
કે
, તેઓની રજૂઆતને
અવગણવામાં આવી હતી. મકાનમાં ચાલતા ગોરખધંધા અને ચોરીની ઘટના બાબતે પણ અનેકવાર અધિકારીઓનું
ધ્યાન દોર્યું હતું
, તેમ છતાં
કોઇ કાર્યવાહી થઇ નથી. આ બાબતે સરપંચે કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

વિભાગને ૫૩ પત્રો લખ્યા ઃ નાયબ ઇજનેર

ઇડરની પુલ પેટા વિભાગની કચેરીના નાયબ ઇજનેર એન.સી. પટેલે જણાવ્યું
હતું કે
, વર્ષ ૨૦૦૧માં
રંગમંચનું મકાન તૈયાર થયા બાદ રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગને પત્ર લખી
કબોજ સંભાળી લેવા જાણ કરી હતી. તેમ છતાં વિભાગ તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો.
ત્યારબાદ વર્ષ ૨૦૧૩ સુધીમાં આવા ૫૩ પત્રો લખ્યા હોવા છતાં વિભાગ કબજો સંભાળવા આગળ નહીં
આવતાં મકાન ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. વળી અમારી પાસે આ મકાનની દેખરેખ કે જાળવણી
માટેની કોઇ ગ્રાન્ટ પણ આવતી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!