Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ડીસામાં 200 કરોડના ખર્ચે બનેલ એલીવેટેડ ઓવરબ્રિજ પર મસમોટા ગાબડા

On: December 31, 2021 5:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ડીસા,
તા.30

ડીસામાં રૃપિયા ૨૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ બનાસ નદીથી
ડીસા એપીએમસી સુધીના એલીવેટેડ ઓવરબ્રિજ પરના રોડ ઉપર ઠેર ઠેર ડામર ઉખડી જતાં
મસમોટા ગાબડા પડી ગયા છે. જેથી ઓવરબ્રિજની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.

ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રાફિક
સમસ્યાના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૃપિયા ૨૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે
એલિવેટેડ ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જેનું કામ મહેસાણાની રચના
કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું. જે કામ બે વર્ષ બાદ પૂર્ણ થતાં સાડા
ચાર મહિના અગાઉ એટલે કે તા. ૭ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ
, રાજ્યસભાના સાંસદ
દિનેશભાઈ અનાવડિયા તેમજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા સહિત પદાધિકારીઓ
, આગેવાનો અને
અધિકારીઓની ઉપસ્થિતિમાં નવિન બનેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ
નદી તરફથી ડીસા એપીએમસી જવાના ઓવરબ્રિજ પર પાંચથી વધુ જગ્યાએ મોટા મોટા ગાબડા પડતા
અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેથી ઓવરબ્રિજની કામગીરી કરનાર
કંપની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઓવરબ્રિજ નીચે નવિન રોડ બનાવવા માંગ

ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પિલ્લર ઉભા કરવા માટે ઠેર ઠેર
ખાડાઓ કરીને હાઈવે રોડને તોડી નાખવામાં આવ્યો હતો અને કામગીરી પૂર્ણ થયા બાદ કંપની
દ્વારા તુટેલા રોડ ઉપર ઉચા નીચા થીગડા મારવામાં આવ્યાં છે. જેથી ઓવરબ્રિજ નીચેના
તમામ રોડ નવા બનાવવાની તાતી જરૃરિયાત છે તેમ ડીસાના યુવા કાર્યકર પરેશ ચાવડાએ
જણાવ્યું હતું.

સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાનો અભાવ

ડીસામાં ઓવરબ્રિજ ઉપર તેમજ નીચે સવસ રોડ સહિતના રસ્તાઓ પર
સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા વિજ બિલ
ભરવાના મુદ્દે અસંમજસ ઉભી થઈ છે. જેથી સ્ટ્રીટ લાઈટો શોભાના ગાઠીયા સમાન બની ગઈ
છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!