Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધો. 10ની એકમ કસોટીનું અંગ્રેજી માધ્યમનું ગણિતનું પ્રશ્રપત્ર વૉટ્સએપમાં ફરતું થયું

On: December 31, 2021 12:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 30

રાજયભરમાં ચારેકોર સુશાસન દિવસની ઉજવણી હાથ ધરાઈ રહી છે. ત્યારે
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારથી આરંભાયેલી એકમ કસોટીના બીજા દિવસનું ગણિત વિષયનું
પ્રશ્નપત્ર બુધવારની રાત્રીએ વોટસએપમાં ફરતું થતાં જ વધુ એક પરીક્ષાનું પ્રશ્નપત્ર
લીકેજ થયાના સમાચારે જિલ્લામાં ચકચાર જગાવી હતી. વોટ્સએપ પર ફરતું થયેલ પ્રશ્નપત્ર
ગુરૂવારે યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક જ હોવાની પુષ્ટિ શિક્ષણ વિભાગના સૂત્રો
દ્વારા કરાઈ હતી. પરંતુ આ પ્રશ્નપત્ર કયાં જિલ્લામાંથી લીક થયું તેની તપાસ રાજય શિક્ષણ
બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું અને પ્રશ્નપત્ર લીક કરનાર સામે કડક કાર્યવાહી
હાથ ધરવામાં આવશે.

રાજયમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી માંડી યુનિર્વસીટી પરીક્ષાના
પ્રશ્નપત્રો ફૂટવાની ઘટનાઓએ છેલ્લા કેટલાક વર્ષોથી ચકચાર મચાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં
૧૦ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થયા હોવાનો આક્ષેપ સરકાર સામે વિરોધ પક્ષ દ્વારા કરાઈ
રહયો છે. છતાં જાણે તંત્રએ સંવેદનાઓ જ ગૂમાવી દીધી હોય એમ એક જ જવાબ અપાઈ રહયો છે.
અને કસૂરવારો સામે કડક પગલાં નહી ભરી છાવરવામાં આવતા હોવાના આક્ષેપો કરાઈ રહયા છે

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ યોજીત
દ્વિતીય તબક્કાની એકમ કસોટીનો બુધવારથી બે ચરણમાં પ્રારંભ કરાયો હતો.બુધવારથી શરૂ થયેલ
આ પરીક્ષા હેઠળ ગુરૂવારે અંગ્રેજી માધ્યમના ધોરણ-૧૦ ની શાળાઓમાં ગણિત વિષયની એકમ કસોટી
યોજાઈ હતી. પરંતુ ગુરૂવારે યોજનાર આ ગણિત વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર બુધવારે રાત્રે
સોશીયલ મિડીયાના વોટસએપ માધ્યમમાં ફરતું થયું હોવાની ચર્ચાએ તંત્રની ઉંઘ ઉડાવી દીધી
હતી. એકમ કસોટીનું પ્રશ્નપત્ર લીક થઈ વોટસએપ પર ફરતું થયું હોવાનું અને સોશીયલ મીડિયાના
એક માધ્યમ પર આ પ્રશ્નપત્ર સોલ કરવાતો એક ઓડીયો પણ વાયરલ થતાં આ બનાવ ટોક ઓફ ધ ડિસ્ટ્રીકટ
બન્યો હતો. હવે આ પ્રશ્નપત્ર વોટસએપ પર ફરતું થયું અને પરીક્ષામાં પરીક્ષાર્થીઓને અપાયું
તે મેચ કરવા શિક્ષણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી.અને આ પ્રશ્નપત્ર અરવલ્લી જિલ્લામાંથી
લીક થયું ન હોવાનો દાવો જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે રજૂ કર્યો હતો.જયારે
કયાં જિલ્લામાંથી  આ પ્રશ્નપત્ર લીક થયું
? કોણા દ્વાર લીંક થયું
? તે મુદ્દે રાજય શિક્ષણ
બોર્ડ દ્વારા તપાસ હાથ ધરી કસૂરવારો સામે પગલા ભરાશે એમ જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રો  દ્વારા જણાવાયું હતું.

વાયરલ થયેલા અને પરીક્ષામાં પરીક્ષાર્થીઓને અપાયેલા પ્રશ્નપત્ર
એક જ

અરવલ્લી જિલ્લામાં ગુરૂવારના રોજ એકમ કસોટીના ધોરણ-૧૦ ના અંગ્રેજી
માધ્યમના ગણિત વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના પ્રકરણે ચકચાર મચાવી હતી. જિલ્લા
શિક્ષણ વિભાગ દ્વારા પ્રશ્નપત્રની હાર્ડ કોપી મંગાવી વાયરલ પેપર સાથે મેચ કરાતાં બંને
પ્રશ્નપત્ર એક જ હોવાનું જણાઈ આવ્યું હતું. પરંતુઆ પ્રશ્નપત્ર કયાં જિલ્લામાંથી
? કયારે ? કેટલા વાગે લીક થયું
? પ્રશ્નપત્ર પરીક્ષા
અગાઉ વાયરલ થયું છેકે પરીક્ષા પછી
?
તે તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું ડીઈઓ કચેરીના સૂત્રો દ્વારા જણાવાયું
હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!