Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આજે કચ્છ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપર પોલીસની બાજનજર

On: December 31, 2021 12:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,ગુરૃવાર

કચ્છ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવા હૈયાઓમાં ઉત્સાહનો માહોલ વર્તાઇ રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લામાં ઉજવણીની આડમાં શરાબ-કબાબની પાર્ટીઓ ઉપર પોલીસ બાજનજર રાખશે. જિલ્લાની ચારમાર્ગીય ચોકડીઓ, ચેકપોસ્ટ,ફાર્મહાઉસો, હાઇવે ઉપરની હોટલો, ઢાબાઓનુ ચેકીંગ કરાશે. નશાખોર ઝડપાશે તો તેની વિરૃદ્ધ સખ્ત અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. બંદોબસ્ત અંગે તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામા આવી છે. તેમ પશ્વિમ વિભાગના જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘએ જણાવ્યુ હતુ.

જિલ્લામાં ક્રિસમસ પર્વની હારમાળામા થર્ટી ફર્સ્ટની યુવાગુ્રપ, સ્વૈચ્છિક સંસૃથાઓ દ્વારા પ્રત્યેક વર્ષે ઝાકમઝોળ ઉજવણી કરવામા આવે છે. જેમાં કેટલાક ફાર્મહાઉસોમં યુવાઓ દ્વારા ખાણીપીણી, શરાબ અને કબાબની મહેફિલો મંડાતી હોય છે. જોકે ગતવર્ષે કોરોના મહામારીને કારણે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને લઇને જાહેર સમારંભોની ઉજવણી ઉપર પ્રતિબંધ લદાયો હતો ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સાથોસાથ ઓમિક્રોનની ભીતિને લઇને થર્ટીફર્સ્ટની જાહેર ઉજવણી ઉપર પાબંદી લાગી છે.  ત્યારે કચ્છ જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની વિદાય અને ૨૦૨૨ના નવા વર્ષને આવકારવા માટેની મહેફિલો ઉપર પોલીસની સખ્ત નજર મંડાઇ છે. જેમાં ઉત્સવો, સમારંભોને પરવાનગીની નહિવત્ શક્યતાઓ વચ્ચે જિલ્લાના ચારમાર્ગીય રસ્તા, ચેકપોસ્ટો તેમજ જરૃર પડયે ફાર્મહાઉસો, હોટલ-રેસ્ટોરંટો, હાઇવે ઉપરના ઢાબાઓ ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાશે. જેમાં પર્વની ઉજવણીની આડમાં દેશી વિદેશી દારૃ કે માદક પીણાંની મહેફિલો, જુગારાધામ કે અનૈતિક પ્રવૃત્તિઓ ઝડપાશે તો પાર્ટીના આયોજકો, જવાબદાર ઇસમોને ઝડપી લઇ તેઓ વિરૃદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરાશે.તદુપરાંત માર્ગો ઉપર પોલીસની વૉચ કે પેટ્રોલીંગ દરમ્યાન નશાખોરો ઝડપાશે તો તેઓની અટક કરીને પ્રોહિબિશન એક્ટ સહિતની કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવાઈ છે જે આવતીકાલે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વોચ રાખશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!