જીએસટીના દરમાં વધારાનો વિરોધ, રિંગરોડની કાપડ માર્કેટ વિસ્તાર સંપૂર્ણ રીતે બંધ રહી

On: December 30, 2021 8:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– કારખાનેદારોએ થાળી વગાડી વિરોધ કર્યો

પ્રતિનિધિ દ્વારા સુરત, તા. ૩૦ ડિસેમ્બર, 2021, ગુરૂવાર

કાપડ ઉદ્યોગમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાના મુદ્દે વેપારીઓ અને કારખાનેદારોએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કાપડ માર્કેટ વિસ્તારની તમામ માર્કેટોએ સજ્જડ બંધ પાળ્યો હતો. જયારે બીજી તરફ કારખાનેદારોએ કાળી પટ્ટી ધારણ કરી તથા થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.

જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના વિરોધમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં અપેક્ષિત રીતે સજજડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દર વધારાનો વિરોધ સરકાર સમક્ષ રજૂઆતો દ્વારા મૂકવામાં આવ્યો હોવા છતાં પરિણામ નહીં મળ્યું હોવાથી કાપડ માર્કેટ બંધ કરવાનું અને વિવિગ ઉદ્યોગમાંથી પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો આજે અમલ થયો હતો.

રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તાર આજે સંપૂર્ણપણે સુમસામ હતો. ફ્લાય ઓવરબ્રિજ નીચે પાર્કિંગની જગ્યા વાહનો વગર ખાલીખમ્મ હતી. તમામ નાની-મોટી માર્કેટોમાંની દુકાનો વેપારીઓએ ખોલી નથી. સુરત ટેક્સટાઇલ માર્કેટના મુખ્ય દરવાજે કારીગર અને મજૂરોની થોડીક હાજરી હતી. પરંતુ માર્કેટ સંપૂર્ણપણે બંધ હતી.

તેવી જ રીતે ઔદ્યોગિક વસાહતોમાં પણ વિરોધ પ્રદર્શન કારખાનેદારો દ્વારા યોજવામાં આવ્યું હતું. સચીન જીઆઇડીસી, કાપોદ્રા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ, લસકાણા, ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિતની જુદી-જુદી એસ્ટેટોઓમાં કારખાનેદારોએ કાળી પટ્ટી પહેરી તથા થાળીઓ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!