[ad_1]

અમદાવાદ,રવિવાર,12
ડીસેમ્બર,2021
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીસ કે તેથી વધુ વર્ષ જુની એવી
૩૫ રહેણાંક સ્કીમના રીડેવપમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુરી આપવામાં
આવી છે.નદીપાર આવેલા નારણપુરા,નવરંગપુરા,પાલડી, વાસણા,વાડજ ઉપરાંત
જોધપુર વોર્ડમાં આવેલી રહેણાંકની સ્કીમોનો રીડેવલપમેન્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો
છે.વાડજ અને ભુદરપુરા વિસ્તારમાં સ્લમ રીહેબીલીટેશન પ્રોજેકટ હેઠળ કામગીરી ચાલી
રહી છે.શહેરના ઉત્તર-મધ્ય ઉપરાંત દક્ષિણ
ઝોનમાં હાલમાં કોઈ રહેણાંક સ્કીમ રીડેવલપમેન્ટ હેઠળ સમાવવામાં આવી નથી.
અમદાવાદમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો
છે.પરંતુ પશ્ચિમના વિસ્તારમાં વર્ષો જુની રહેણાંક સ્કીમના રીડેવલપમેન્ટ માટે જે તે
સ્કીમના રહીશો તરફથી સહકાર મળતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષમાં ૩૫
રહેણાંક સ્કીમના રીડેવલપમેન્ટને મંજુરી આપી
છે.આ
નિર્ણયથી લોકોને વધુ સારી સુવિધા મળવાની સાથે બાંધકામ ક્ષેત્રમાં રાજગારીની તક
વધશે એમ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું કહેવુ છે.મ્યુનિસિપલ તંત્ર
તરફથી જે સ્કીમના રીડેવલપમેન્ટને મંજુરી આપવામાં આવી છે એમાં નારણપુરા વોર્ડની સાત
સ્કીમ, સ્ટેડિયમ
અને નવરંગપુરા વોર્ડની છ-છ સ્કીમ, પાલડી,વાસણા તથા નવા
વાડજની પાંચ-પાંચ સ્કીમનો સમાવેશ થાય છે.
રીડેવલપમેન્ટ માટે મંજુરી આપવામાં આવેલી ૩૫ સ્કીમ પૈકી ૧૭
સ્કીમને બિલ્ડિંગ યુઝ અંગેની પરમીશન આપી દેવામાં આવી છે.૧૪ સ્કીમને બિલ્ડિંગ યુઝ
પરમીશન આપવાની પ્રક્રીયા હાલમાં ચાલી રહી છે.જોધપુર વોર્ડમાં આવેલી સ્વામી
વિવેકાનંદ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે મંજુરી આપવામાં આવી છે.આ સ્કીમ હેઠળ
બેઝમેન્ટ,પાર્કિંગ
ઉપરાંત ૧૪ માળના રહેઠાણ બનશે.જુના વાડજમાં હાલારનગરના રીડેવલપમેન્ટ બાદ
બી.યુ.પરમીશન માંગવામાં આવી છે.ત્રણ રહેણાંક સ્કીમ માટે બી.યુ.પરમીશન આપવાની બાકી
છે.જુના વાડજમાં આવેલા રામાપીરના ટેકરા
ખાતે સેકટર-૧,૩,૪ અને પાંચ અને
હાલારનગર તથા ભુદરપુરા ખાતે આવેલ ભુદરપુરા આવાસ યોજના અને ગણેશ નગર સ્કીમનો સ્લમ
રીહેબીલીટેશન સ્કીમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.જે સ્કીમ માટે કામગીરી હાલમાં
ચાલી રહી છે.
સરનામું વિસ્તાર
–માનુષ
એપાર્ટમેન્ટ નવા વાડજ
–સોમ
ગોકુલ ઘાટલોડીયા
–હાલારનગર જુના વાડજ
–શિવાલી
એપાર્ટમેન્ટ નવા વાડજ
–નંદકુમાર
સોસાયટી નિર્ણયનગર
–મલય
સ્કાય નારણપુરા
–કૈલાસ
એપાર્ટમેન્ટ નારણપુરા
–અનુપમ
એપાર્ટમેન્ટ નારણપુરા
–ઈલાઈટ
અશ્વિની નારણપુરા
–સસ્પેન્ટા-૨ નારણપુરા
–એકતા
એપાર્ટમેન્ટ નારણપુરા
–૨૪-કેરેટ નારણપુરા
–આસોપાલવ
સોસાયટી વાડજ
–શ્રેય
રેસીડેન્સી ઉસ્માનપુરા
–રુબી પાર્ક સોસાયટી ઉસ્માનપુરા
–સેકટર-૧થી
પ રામાપીર ટેકરો
–આશિર્વાદ
એપાર્ટમેન્ટ ભીમજીપુરા
–સાંઈબાબા
હાઈટસ સુભાષબ્રીજ
–પ્રતિષ્ઠા-૨૦ પંચવટી
–બકેરી
પ્રોજેકટ મીઠાખળી
–સમા
સોસાયટી નવરંગપુરા
–કામેશ્વર
જયોત નહેરુનગર
–નમ્રતા
ફલેટ લખુડી સર્કલ
–પુષ્પમ
ફલેટ ભુદરપુરા
–પરેશ
એપાર્ટમેન્ટ પાલડી
–નિપમકુંજ
ફલેટ પાલડી
–શેઠ
રેસીડેન્સી એલિસબ્રીજ
–ભુદરપુરા
આવાસ યોજના ભુદરપુરા
–ગણેશનગર આંબાવાડી
–મોહન
મોરારી વાસણા
–હીરેન
એપાર્ટમેન્ટ વાસણા
–ત્રિપદ
એપાર્ટમેન્ટ વાસણા
–શૈલી
એપાર્ટમેન્ટ વાસણા
–પ્રભાવી
ફલેટ વાસણા
–વિવેકાનંદ
સોસાયટી જોધપુર
[ad_2]
Source link






