સાયબર ગઠિયા બેફામ: મહિલા તબીબ સહિત વધુ છ છેતરાયા

On: December 13, 2021 4:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


‘ઓનલાઈન’ ચીટિંગ સામે સાયબર પોલીસ ‘ઓફલાઈન’

ઓનલાઈન નંબર મેળવી કસ્ટમર કેરમાં સંપર્ક કરતાં છેતરવાના કિસ્સા વધ્યા: એપ્લિકેશન, બારકોડ અને ઓનલાઈન વેચાણમાં પણ છેતરપિંડી

અમદાવાદ : ઓનલાઈન આિર્થક વ્યવહારોનું પ્રમાણ સતત વિધી રહ્યું છે અને નાણાંની સલામતી જાણે ઘટી રહી છે. સાયબર ગઠિયાગીરી બેકાબૂ બની હોય તેમ એક મહીલા ડોક્ટર સહીત વધુ છ લોકો સાયબર ગઠિયાની જાળમાં આવી ગયાં હતાં. ઓનલાઈન નંબર મેળવીને કસ્ટમર કેરમાં સંપર્ક કરવા જતાં લોકો છેતરાઈ રહ્યાં છે. તો, એપ્લિકેશન, બારકોડ અને ઓનલાઇન વેચાણની વર્ચ્યુઅલ સિસ્ટમમાં પણ ઈ-ચાંચિયા સક્રિય બન્યાં છે.

ઓનલાઈન ચીટિંગ વધી રહ્યાં છે તેની સામે સરકારે ઉભી કરેલી સાયબર પોલીસની ફોજ જાણે ઓફલાઈન હોય તેવી સિૃથતિ નિર્માણ પામી છે. અમદાવાદ શહેરમાં ઈ-ચિટિંગના વધુ છ બનાવોમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બાપુનનગરમાં રહેતા શિવાંગીબહેન અનુજકુમાર પટેલ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર છે.

શિવાંગીબહેન અને પરિવાર તા. 12 નવેમ્બરે રાજસૃથાનના જેસલમેર ફરવા ગયા હતા. જેસલમેરથી રામદેવડા જતા હતા ત્યારે રસ્તામાં પેટ્રોલ પુરાવી ડેબીટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું. તા. 15ના 15000 રૂપિયા ડેબીટ થયા હતા પણ મેસેજ આવ્યો નહોતો.

તા. 18ના રોજ 7.50 રૂયિા અને 9 રૂપિયા ક્રેડીટ થયાનો મેસેજ આવ્યો હતો. જો કે, અગાઉની રકમ કરતા 15000 બેલેન્સ ઓછું હતું. ડો. શિવાંગીએ તેમના પિતાને આ અંગે પૂછપરછ કરવા બેન્કમાં જવા કહ્યું હતું. તેમના પિતાએ બેન્કમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું ક, તા. 15ના રોજ 15000 ડેબીટ થઈ તરત જ ક્રેડીટ થયા હતા.

પણ, તા. 16ના રોજ 15000 રૂપિયા પે-ટીએમથી ટ્રાન્સફર થયા હતા.  થાડો સમય વિત્યો ત્યાં ડો. શિવાંગીને તેમના પિતાએ કોન્ફરન્સ કોલમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરાવી હતી. આ વ્યક્તિએ પોતે બેન્કનો અિધકારી હોવાનું જણાવ્યું હતું. ફોન ઉપર આવેલો વેરીફિકેશન કોડ આ વ્યક્તિને આપતાં રૂપિયા કપાયાના મેસેજ આવ્યા હતા.

આ રીતે કુલ 57540 રૂપિયાનું ઓનલાઈન ચિટિંગ થયું હતું. ડો. શિવાંગીના પિતાએ 15000 કપાત થયા હતા તેની વાત કરવા પે-ટીએમનો નંબર ગુગલ સર્ચ પરથી મેળવ્યો હતો. આ રીતે મેળવાયેલો નંબર સાયબર ગઠિયાનો હોવાનું જણાયું છે. શહેરકોટડા પોલીસે ઈ-ચીટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આસ્ટોડિયામાં રહેતા ઉમ્મેરૂમાન કાજી નામની 28 વર્ષની યુવતીએ ઈન્ડસઈન્ડ બેન્કની માહિતી મેળવવા ગુગલમાંથી બેન્કનો કસ્ટમર કેર નંબર મેળવ્યો હતો. આ નંબર ઉપર વાત કરતા બેન્કની વિગતો માગતું ફોર્મ મોકલવામાં આવ્યું હતું. આ વિગતો મોકલતાં જ યુવતીના ઈન્ડસઈન્ડ બેન્કના એકાઉન્ટમાંથી 1.33 લાખ ઉપાડી લેવાયાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસમાં નોંધાવાઈ છે. 

જુહાપુરામાં રહેતા મિસ્બાહબાનુ શેખ (ઉ.વ. 24)એ સોફાસેટ ઓએલએક્સ પર વેચવા મુક્યો હતો. સોફા ખરીદી પૈસા મોકલવાના બહાને બારકોડ સ્ટીકર મોકલી, સ્કેન કરાવીને મિસ્બાહબાનુના એકાઉન્ટમાંથી 54000 રૂપિયા સાયબર ગઠિયાએ સેરવી લીધાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસમાં નોંધાવાઈ છે.

આસ્ટોડિયામાં રહેતા 31 વર્ષના નરેશભાઈ વસંતભાઈ વેદકએ ક્રેડ એપ્લિકેશનનું ટ્રાન્ઝેક્શન થતું ન હોવાથી ગુગલમાંથી ક્રેડ એપ્લિકેશન કસ્ટમર કેર નંબર મેળવ્યો હતો. આ નંબર પર સાયબર ગઠિયો ભટકાયો હતો. તપાસ કરવાના બહાને નરેશભાઈ પાસેથી બેન્ક ખાતાંની માહિતી મેળવી લઈ કુલ 69054 રૂપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ ખાડિયા પોલીસમાં નોંધાવાઈ છે.

ખોખરામાં રહેતા રૂપેન માથીયાસભાઈ ક્રિશ્ચિયનને સ્પિકર ઓનલાઈન વેચાણ માટે મુક્યા હતા. સ્પિકર ખરીદવાનું કહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું તે પછી ક્યુઆર કોડ મોકલાયો હતો. રૂપેનભાઈએ ફોન-પે વોલેટમાં આ ક્યુ આર કોડ સ્કેન કરતાં જ 65000 રૂપિયાનું ઈ-ચિટિંગ થયું હતું. ખોખરા પોલીસે ગુનો નોંધ્યો છે.કાલુપુરમાં રહેતા જીતેન્દ્રભાઈ રમેશભાઈ જૈન ઉપર ફોન આવ્યો હતો.

પોતે આદીત્ય બિરલા કેપીટલ ફાઈનાન્સ પ્રા.લિ.માંથી બોલતા હોવાનું કહીને ફોન કરનારે ઓછા વ્યાજની લોન આપવાની લાલચ આપી હતી. ઓછા વ્યાજ દરે લોનના બહાને અલગ અલગ ચાર્જીસ અને કારણો બતાવીને જીતેન્દ્રભાઈ પાસે કુલ 1.25 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. લોનના બહાને ઈ-ચીટિંગ અંગે કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂની પધ્ધતિએ પણ ઠગાઈ ચાલુ જ છે! 500ની નોટોનું બંડલ બતાવી મહિલાની સોનાની એરિંગ્સ લઈ ગયા

ઠગાઈની જુની પધૃધતિ પણ હજુ ચાલુ જ છે. મેઘાણીનગરમાં રહેતા મીનાબહેન શીવરામ બધેલને તા. 11ના બપોરે ભાર્ગવ રોડ ઉપર બે શખ્સ મળ્યાં હતાં. આ શખ્સોએ પાંચસો રૂપિયાની નોટોનું બંડલ બતાવ્યું હતું.

મીનાબહેનને વિશ્વાસમાં લઈ તેમના 40000 રૂપિયાની કિંમતના સોનાના એરિંગ્સ મેળવી લઈ પાંચસોની નોટોનું કહેવાતું બંડલ આપ્યું હતું. બંડલમાં પાંચસોની એક નોટ નીચે કાગળના પૂંઠા નીકળી પડયાં હતાં. જુની પધૃધતિની છેતરપિંડી અંગે મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!