Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શામળાજીનો વનપાલ રૂ.300ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયો

On: December 10, 2021 2:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 9

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ફોરેસ્ટ વિભાગની ચેક પોસ્ટ
ઉપર ફરજ બજાવતા વનપાલે લાકડા ભરેલ વાહન પસાર કરવા દેવા પેટે રૂ.૩૦૦ની લાંચ માંગતા
આ વાહનમાં જ સવાર એસીબી ટીમે આ આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો.જોકે એસીબીની
ટ્રેપની ગંધ આવી જતાં લાંચ પેટે મેળવેલ નોટ ફાડી નાખી ફેકી ભાગવા જતાં આ આરોપીને
એસીબી ટીમે દબોચી લીધો હતો.

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેની પરિક્ષેત્ર વન અધિકારીની
કચેરીના તાબા હેઠળની ચેક પોસ્ટે ફરજ બજાવતો વનપાલ લાકડા ભરેલા વાહન પસાર કરવા પેટે
લાંચ માંગતો હોવાની આધારભૂત માહિતી ખાનગી રાહે અરવલ્લી એન્ટી કરપ્શન બ્યુરોના
ઈન્સ્પેકટર સી.ડી.વણઝારાને મળી હતી.

આ માહિતીના આધારે ગત બુધવારના રોજ રાજસ્થાન તરફથી લાકડા ભરી
આવતા એક ટ્રક ચાલકનો સહયોગ મેળવી ટ્રેપ ગોઠવાઈ હતી. આ લાકડા ભરેલ વાહન જેવું
ચેકપોસ્ટે આવી પહોંચ્યું કે તુરંત ફરજ પરના વનપાલ રાકેશ ડામોરે જરૂરી સ્ટેમ્પીંગ
કરી ચાલક પાસે રૂ.૩૦૦ ની લાંચ માંગી હતી. ચાલકે જેવી નોટ આ આરોપીને હાથમાં આપી કે
તુરંત એસીબી ની ટ્રેપની ગંધ આવી ગઈ હોવાથી 
આરોપી હાથ છોડાવી ભાગ્યો હતો.અને લાંચ પેટે મેળવેલી રૂ.૩૦૦ની રકમની નોટો
ફાડી નાખી ફેંકી દીધી હતી. પરંતુ અરવલ્લી એસીબી ટીમે આ આરોપીને દબોચી લઈ હવાલાત
ભેગો કરી દીધો હતો.આમ રૂ.૩૦૦ ની લાંચ લેતાં શામળાજી વન વિભાગ કચેરીના વનપાલ
રાકેશભાઈ લક્ષ્મણભાઈ ડામોરને રંગે હાથ ઝડપી અરવલ્લી એસીબીના ઈન્સ્પેકટરે આરોપી વિરૂધ્ધ
લાંચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!