પોદાર સ્કૂલની ૫૦ હજારથી વધુની ફી કમિટીએ મંજૂર કરી

On: December 10, 2021 1:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મદાવાદ

અમદાવાદ
ઝોનની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધુ બે સ્કૂલોની ચાલુ વર્ષની ફી મંજૂરી
કરવામા  આવી છે.જેમાં વસ્ત્રાલની પોદાર
ઈન્ટરનેશનલ સ્કૂલની ૫૦
,૫૦૦ રૃપિયા ફી મંજૂર કરવામા આવી છે જ્યારે મહારાજા અગ્રસેન સ્કૂલની વિવિધ
ધોરણની ૨૯ હજારથી લઈને ૪૪ હજાર સુધીની પ્રોવિઝનલ ફીના ઓર્ડર કરવામા આવ્યા છે.

અમદાવાદના
મેમનગર વિસ્તારમાં આવેલી મહારાજા અગ્રસેન સ્કૂલે પ્રી પ્રાયમરીમાં જે ૨૭૫૬૨ ફી હતી
તેની સામે ૩૪ હજાર ફી માંગી હતી અને ૨૯ હજાર ફી મંજૂર થઈ છે. ધો.૧થી૨માં ૨૮૬૬૫ ફી
સામે ૩૫૮૦૦ ફી માંગી હતી અને ૩૦ હજાર મંજૂર થઈ છે
,૩થી૫માં ૨૯૭૬૭ ફી હતી
જેની સામે ૩૭૨૦૦ ફી માંગી હતી અને ૩૧૫૦૦ મંજૂર થઈ છે.ધો.૬થી૮માં ૩૦
,૮૮૦ રૃ.ફી હતી ,જેની સામે ૩૮૫૦૦ માંગી હતી અને ૩૨૫૦૦
મંજૂર થઈ છે.ધો.૧૧-૧૨ ૩૮
,૫૮૮ રૃ.ફી હતી ,જેની સામે ૪૮૨૦૦ રૃ.માંગી હતી અને ૪૦,૫૦૦ રૃ.ફી
મંજૂર થઈ છે.૧૧-૧૨ સાયન્સમાં ૪૧
,૮૯૫  ફી હતી,જેની સામે ૫૨૩૦૦
માંગી હતી અને ૪૪ હજાર ફી મંજૂર થઈ છે.

આ ઉપરાંત
અમદાવાદ પૂર્વમાં આવેલી વસ્ત્રાલની પોદાર સ્કૂલે માધ્યમિકના ધોરણોમાં હાલની ૪૮૨૩૪
રૃપિયાફી સામે ૫૦૭૦૦ રૃ.ફી માંગી હતી.જેની સામે ફી કમિટી દ્વારા ૫૦
,૫૦૦
રૃપિયા ફી મંજૂર કરાઈ છે.ફી કમિટી દ્વારા હાલ પ્રોવિઝનલ ફીના ઓર્ડર કરવામા આવ્યા
છે.ફી કમિટીએ ઓછી ફી મંજૂર રાખતા પોદાર સ્કૂલે વિદ્યાર્થી દીઠ ૨૦૦ રૃપિયા જ્યારે
મહારાજા અગ્રસેન સ્કૂલે વિવિધ ધોરણોમાં ૫ હજારથી લઈને ૮ હજાર સુધીની ફી દરેક
વાલીને પરત કરવા પડશે અથવા આગળની ફીમાં સરભર કરવા પડશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!