વિજયનગર તાલુકાના ખેરવાડામાં ઘરમાં આગ લાગતા વૃધ્ધા ભડથું

On: December 10, 2021 1:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વિજયનગર,તા.9

વિજયનગર તાલુકના ખેરવાડા ગામમાં એક મકાનમાં એકાએક આગ લાગતા
ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જો કે આગ પર આસપાસના લોકો કાબુ મેળવે તે પહેલા જ
ઘરમાં રહેલા વૃધ્ધા ભડથું થઇ ગયા હતા. આગના પગલે ઘરમાં રહેલો સરસામાન પણ બળીને ખાખ
થઇ ગયો હતો. જોકે મૃતક વૃધ્ધાની સાથે રહેતા અને બહાર ગયેલા દિકરાને ઘટનાની જાણ
થતાં દોડી આવ્યો હતો. 

ખેરવાડા ગામે રહેતા વેલી બહેન કલાભાઇ કટારા નામના વિધવા
વૃધ્ધા તેમના દિકરા સાથે મકાનમાં રહેતા હતા. જોકે આજે તેમનો દિકરો બહાર ગયો હોઇ
વૃધ્ધા એકલા જ ઘરમાં હતા ત્યારે કોઇ કારણોસર એકાએક ઘરમાં આગ લાગતા વિધવા વૃધ્ધાએ
બચવા માટે બુમાબુમ કરી હતી પરંતુ આસપાસના લોકો તેમને બચાવે તે પહેલા જ વિકરાળ
આગમાં ભડથું થઇ ગયા હતા. આસપાસના લોકોને આગની જાણ થતાં જ દોડી આવ્યા હતા અને આગને
કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વૃધ્ધાને બચાવી શક્યા ન હતા અને આગમાં
ઘરમાં રહેલો સરસામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો 
આ મામલે  વિજયનગર પોલીસે ઘટના સ્થળે
જઈ વધુ તપાસ હાથ ધરી એ.ડી.દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!