વડોદરા: અપશબ્દો નહીં બોલવાનું જણાવતા યુવક ઉપર હથોડી અને તલવાર વડે હુમલો

On: December 6, 2021 8:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર

વારસિયા વિસ્તારમાં અપશબ્દો નહિ બોલવા ટોકતા ઉશ્કેરાયેલા ટોળકી પૈકીના બે શખ્સોએ યુવક ઉપર હથોડી અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા ગાયત્રીનગરમાં રહેતા ક્રિષ્નાભાઈ માછી છૂટક મજૂરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર પાંચમી ડિસેમ્બરના રોજ સાંજે પ્રાર્થના ફ્લેટ પાસે કેટલાક યુવકો અપશબ્દો બોલી રહ્યા હતા. જેથી તેમને અપશબ્દો નહિ બોલવા ટોકતા ગાયત્રીનગરમાં રહેતા રણજીતભાઈ ભાલીયા અને કેતન માછી ઉશ્કેરાઈ ગયા હતા અને ક્રિષ્ના માછીને ગડદાપાટુનો મારમારી નાસી છૂટયા હતા. 

થોડીવાર બાદ તેઓ ફરી તલવાર તથા લોખંડની હથોડી સાથે ઘસી આવ્યા હતા અને હુમલો કરતાં ક્રિશ્નાએ હથોડી પકડી રાખી પોતાનો બચાવ કરતા કેતન માછી એ માથાના પાછળના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો. 

સ્થાનિક લોકોએ યુવકને હુમલાથી બચાવી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે વારસીયા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!