ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપના સમારકામને લઈ ટ્રાફિક જામની સ્થિતિ

On: December 4, 2021 10:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021

શહેરના ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર ચાલી રહેલા
સમારકામને લઈ રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.બીઆરટીએસ બસના
કાફલામાં નવી ૬૦ જેટલી ઈલેકટ્રીક મીડી બસ જોડવામાં આવી છે.આ બસને બસ સ્ટોપ ઉપર
લગાવવામાં આવેલા પતરાના શેડ નડતરરુપ હોવાના કારણે સમારકામ કરવામાં આવી રહ્યુ
હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ઉત્તરઝોનમાં મેમ્કો વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની
ઉત્તરઝોનની ઓફિસ આવેલી છે.આ ઓફિસની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર અગાઉ જે સમયે
બસ સ્ટોપ શરુ કરવામાં આવ્યુ હતું. એ સમયે પતરાના શેડ લગાવવામાં આવ્યા હતા.હવે
બીઆરટીએસમાં જોડવામાં આવેલી નવી ઈલેકટ્રીક મીડી બસને જે સમયે બસ સ્ટોપ ઉપર બસ દાખલ
થાય એ સમયે બસ સ્ટોપ ઉપર લગાવવામાં આવેલા પતરાના શેડ નડતરરુપ ના બને એ માટે ફરી એક
વખત ખર્ચ કરી સમારકામ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.પરંતુ આ કામગીરીના કારણે
રસ્તા ઉપરથી રોજ મોટી સંખ્યામાં પસાર થતા વાહનચાલકોને થઈ રહેલી પરેશાની તંત્રના
ધ્યાનમાં કેમ આવતી નથી
?એવી આ
રસ્તેથી પસાર થતા વાહન ચાલકોમાં ચર્ચા થતી સાંભળવા મળી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!