Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રેસિડેન્ટ ડોક્ટરોની આજે હડતાળ અને અધ્યાપકો-ડોક્ટરોનું આંદોલન

On: November 29, 2021 1:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

કોરોનાની
ત્રીજી લહેરના ભણકારા અને વધતા જોખમ વચ્ચે સરકારની મુશ્કેલી વધી શકે છે.કારણકે
આવતીકાલે ૨૯મીથી જ્યાં તમામ સરકારી મેડિકલ-ડેન્ટલ ડોક્ટરો પડતર પ્રશ્નોને લઈને
આંદોલન શરૃ કરવાના છે ત્યાં બીજી બાજુ પીજી મેડિકલ કાઉન્સેલિંગ સ્થગિત થવા મુદ્દે
રેસિડેન્ટ ડોક્ટરો (પીજી સેકન્ડ અને થર્ડ સ્ટુડન્ટ) હડતાળ પાડશે અને ઓપડી સેવાથી
અળગા રહેશે.

પીજી મેડિકલ
કાઉન્સેલિંગ એક મહિનો સ્થગિત કરી દેવાતા દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હોસ્પિટલોમાં
ભારણ વધવાને લીધે રોષે ભરાયા છે. દોઢ વર્ષથી નવી બેચ ન આવતા ફર્સ્ટ યરના પીજી
સ્ટુડન્ટ ન હોવાથી બીજા અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો(પીજી સ્ટુડન્ટ) પર
કામનુ ભારણ કોરોનાથી ખૂબ જ વધ્યુ છે અને જે આગળ પણ હજુ વધશે તેવી ફરિયાદ સાથે
રેસિડેન્ટ ડોક્ટરોએ ૨૭મીથી આંદોલન શરૃ કર્યુ છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશના નેજા
હેઠળ ગઈકાલે રેસિડેન્ટ ડોક્ટરોએ બી.જે.મેડિકલ કોલેજ ખાતે ધરણા કર્યા હતા અને
આવતીકાલે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ
પાડશે.સવારે ૧૦ વાગે તમા રેસિડેન્ટ ડોક્ટરો એકઠા થશે અને ધરણા કરશે અને ઓપીડી
સેવાથી અળગા રહીને તમામ રૃટિન કામગીરીમાં પણ નહી જોડાય .જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ
રખાશે અને સોંપાયેલી કામગીરી કરશે. આવતીકાલે ગુજરાત સહતિ દેશભરની તમામ મેડિકલ
કોલેજોના પીજી સ્ટુડન્ટ-રેસિડેન્ટ ડોક્ટરો એક દિવસની હડતાળ પર ઉતરવાના છે. જો
સરકાર દ્વારા પીજી કાઉન્સેલિંગ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાય તો રેસિડેન્ટ
ડોક્ટરો આગળ પણ આંદોલન ચાલુ રાખશે અને હડતાળ પાડી શકે છે.

આ ઉપરાંત
ગુજરાતના મેડિકલ અધ્યાપકો પણ આવતીકાલે ૨૯મીથી આંદોલન શરૃ કરવાના છે.સરકાર દ્વારા
અગાઉ પગાર-બઢતી સહિતના પડતર પ્રશ્નોને લઈને જે ઠરાવ કરવામા આવ્યો હતો અને મેડિકલ
અધ્યાપકો-ડોક્ટરોને જે બાંયધરી અપાઈ હતી તેનુ પાલન ન થતા ગુજરાત મેડિકલ ટીચર્સ
એસોસિએશનના નેજા હેઠળ તમામ સરકારી મેડકિલ કોલેજોના અધ્યાપકો આવતીકાલે આંદોલન શરૃ
કરશે. જેમાં સરકારી મેડિકલ કોલેજો અને તમામ જીએમઈઆરએસ મેડિકલ કોલેજો તેમજ ડેન્ટલ
કોલેજોના  સરકારી તબીબો ( ઈનસર્વિસ તબીબો
, કલાસ
૨ મેડિકલ ઓફિસરો)  જોડાશે. ઉપરાંત ગુજરાતના
પીએચસી સેન્ટર
,સીએચસી સેન્ટર અને ઈએસઆઈએસના તથા સિવિલ
હોસ્પટલના તમા સરકારી અને ડેન્ટલ તબીબો આવતીકાલે 
બ્લેક રીબન પહેલીને પ્રોટેસ્ટ કરશે અન ડીનને આવેદનપત્ર આપશે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!