રેવન્યૂ તલાટી મહિલાની ડેન્ટિસ્ટ પતિ અને સાસરિયા સામે ફરિયાદ

On: November 29, 2021 2:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


‘અમે પૈસા માટે જ નોકરીવાળી વહુ શોધી છે’

દારૂ પીવાની ટેવ ધરાવતા પતિ પત્નીનું એટીએમ કાર્ડ વાપરીને ખર્ચા કરતા સાસુએ આપઘાત કરી જેલમાં પૂરાવવા ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

અમદાવાદ : રેવન્યૂ તલાટી તરીકે નોકરી કરતા મહિલાએ લગ્નના ચાર વર્ષમાં સતત ત્રાસ આપતા પતિ અને સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ચલાવતા પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને પત્નીનું એટીએમ કાર્ડ પોતે રાખી ખર્ચા કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સાસુએ આપઘાત કરી નામ લખી જેલમાં પૂરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ પણ ચાંદખેડા પોલીસમાં કરાયેલી ફરિયાદમાં કરાયો છે. હાલ મહેમદાવાદમાં રહેતા પુર્વીબહેન પરીખ મામલતદાર કચેરીમાં રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવે છે.

તેમણે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ડીસેમ્બર-2017માં તેમના લગ્ન રાણીપમાં રહેતા સનીરાજ જતીનકુમાર પરમાર સાથે થયા હતા. પતિ સનીરાજને દસક્રોઈના આજીજીની મુવાડી ખાતે ડેન્ટલ ક્લિનિક છે. લગ્નના સાતેક દિવસ પછી સાસુએ કહ્યું હતું કે, ઘરના તમામ કામકાજ કરીને પછી જ નોકરીએ જવાનું તેમ કહીને પરેશાની શરૂ કરી હતી.

ઘરકામ બાબતે ઝઘડો કરવા ઉપરાંત સગાને ત્યાં જવા નહીં દેતા પતિ મોંઘી ચીજવસ્તુઓના ખર્ચા કરવા માટે દબાણ કરતા હતા. પુર્વીબહેનના એટીએમ કાર્ડનો ઉપયોગ પતિ કરતા હતા. જન્મદિવસ હતો ત્યારે પતિએ પુર્વીબહેનના પિતા પાસે સોફાસેટની માગણી કરતાં પિતાએ તે અપાવ્યો હતો. દારૂ પીવાની ટેવ ધરાવતા પતિએ લગ્ન પહેલાંથી દારૂ પીવું છું તેમ કહીને થાય તે કરી લેજે તેમ કહી ઝઘડા કર્યા હતા.

ઝઘડાથી કંટાળીને પિતૃગૃહે ગયેલા પૂર્વીબહેનને પતિ ભૂલ સ્વિકારીને પરત લાવ્યા હતા. થોડા મહિના પછી પૂર્વીબહેનના પગારની આવકમાંથી સાસુએ ફ્રીઝ લીધું હતું. અમે પૈસા માટે જ નોકરીવાળી વહુ શોધી છે તેમ કહી બાપા પાસેથી માગીએ તેટલા પૈસા લાવવા દબાણ કરતાં હતાં. પુત્રને જન્મ થયો તે પછી પતિનું વર્તન બદલાઈ ગયું હતું.

પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો શક પૂર્વિબહેનને હતો. આથી, મહેમદાબાદમાં મકાન ભાડે રાખી પૂર્વીબહેન અને પરિવાર ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા. ઝઘડો કરનાર સાસુએ જો ઝઘડાની જાણ બીજાને થશે તો ફ્લેટમાંથી પડતું મુકી આપઘાત કરી તારૂં નામ લખી જેલમાં પુરાવી દઈશ તેવી ધમકી આપતા હતા.

સતત ત્રાસ છતાં પુર્વીબહેનના માતા-પિતાએ સામાજીક રાહે સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યા હતા પણ ઉકેલ આવ્યો નહોતો. આ પછી પણ ત્રાસ આપી દહેજની માગણી ચાલુ રહેતા આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડેન્ટીસ્ટ પતિ  સનિરાજ જતીનકુમાર પરીખ ઉપરાંત સાસરિયા સામે વિધીવત ફરિયાદ નોંધાવાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!